- ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય : 18 ઓવરમાં અંતે 83 રને 3 વિકેટ ગુમાવી
- ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત હાલમાં 2-1થી આગળ
Sports News
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ અત્યારે રાંચીમાં રમાઈ રહી છે . ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ગેરહાજરી છતાં ભારત ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને શ્રેણીમાં અજેય લીડ લેવાનો પ્રયાસ કરશે. બૂમરાહની જગ્યાએ ભારતીય ટીમ એ આકાશદીપને ટેસ્ટ કેપ આપી છે. આ ટેસ્ટ કેપ મળતા જ તેને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઇંગ્લેન્ડની પ્રથમ ત્રણ વિકેટ ઝડપી પોતાની મહત્વતા પણ સાબિત કરી છે. ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં હાલ ભારત હાલમાં 2-1થી આગળ છે અને તેની નજર ઘરઆંગણે સતત 17મી શ્રેણી જીતવા પર છે.
2012માં એલિસ્ટર કૂકની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમ સામે હાર્યા બાદ ભારતીય ટીમે ઘરઆંગણે સતત સારું પ્રદર્શન કર્યું છે. તે પછી તેણે 47 ટેસ્ટ મેચોમાંથી 38 જીતી છે. દરમિયાન તેને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ તરફથી જ હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલી, કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની ગેરહાજરીમાં રોહિત શર્માના નેતૃત્વમાં યુવા બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જસપ્રીત બુમરાહને આ ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તેના સ્થાને આરસીબીના ફાસ્ટ બોલર આકાશ દીપને ડેબ્યૂ કરવામાં આવી રહ્યો છે. ડેબ્યૂ કેપ મેળવનાર તે ભારતનો 313મો ખેલાડી છે. આકાશે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ દ્વારા ડેબ્યૂ કેપ આપવામાં આવી હતી. આકાશની માતા પણ તેને કેપ આપતા સમયે હાજર રહ્યા હતા. આકાશે 30 ફર્સ્ટ ક્લાસ મેચમાં 104 વિકેટ લીધી છે.
ટોસ જીત્યા બાદ લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ આ નિર્ણય ક્યાંક ને ક્યાંક તેમના માટે ખોટો સાબિત થયો હોય તેવું ચિત્ર ઉદભવિત થયું છે કારણ કે ટેસ્ટ ડેબ્યૂ કરનાર આકાશદીપ એ ઇંગ્લેન્ડની પ્રથમ ત્રણ વિકેટ ખૂબ સસ્તામાં પાડી દેતા હાલ ટીમ બેકફૂટ ઉપર ધકેલાઈ ગઈ છે. હાલમાં પ્રથમ દિવસના પ્રથમ સત્રની મેચ ચાલી રહી છે. ઈંગ્લેન્ડે 3 વિકેટના નુકસાન પર 71 રન બનાવ્યા છે. જો રૂટ અને જોની બેયરસ્ટો ક્રિઝ પર છે. આકાશ દીપે બીજી વખત જેક ક્રોલેને બોલ્ડ કર્યો હતો. ક્રોલે 42 રન બનાવીને આઉટ થયો હતો. અગાઉ, જ્યારે બોલ ફેંકવામાં આવ્યો હતો, ત્યારે બોલ નો-બોલ ગયો હતો. આકાશે બેન ડકેટ અને ઓલી પોપને પણ પેવેલિયન મોકલ્યા હતા. બંને 3 બોલમાં આઉટ થઈ ગયા હતા.
ભારતીય ટીમ
રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગીલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા , ધ્રુવ જુરેલ, આર.અશ્વિન, કુલદીપ યાદવ , આકાશ દીપ , મોહમદ સિરાજ
ઇંગ્લેન્ડ ટીમ
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બરિસ્ટો, બેન સ્ટોક્સ, બેન ફોકસ, ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, સોયાબ બશીર, જેમ્સ એન્ડરસન