પ્રવીણકાકાનું સમગ્ર જીવન સંઘના વિચાર બીજ, પ્રચાર-પ્રસાર, ઉપરાંત શિક્ષણને સમર્પિત રહ્યું હતું: રાજકોટને મેડિકલ, ફાર્મસી કોલેજ મળે તે માટે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી

‘અબતક’ની શબ્દાંજલી

શિસ્તના આગ્રહી અને સંઘના રંગે રંગાયેલા એવા નખસીખ પ્રવિણ કાકાની આજે ચતુર્થ પૂણ્યતિથિ છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના આજીવન સ્વયંમ સેવક અને કેળવણીકાર સૌ કોઈના માર્ગદર્શન, પથદર્શક સ્વ.પ્રવિણભાઈ મણીયાર (કાકા)નું વૈચારિક વ્યક્તિત્વ અને અસ્તિત્વ શાસ્વત બની ગયું છે. તેઓ આજીવન આરએસએસના સ્વયં સેવક અને સમાજ સેવકની ભૂમિકામાં સ્વ માટે નહીં સર્વ માટે જીવ્યા હતા. રાજકીય હોદ્દા વગર પણ સતત નિર્ણાયક ભૂમિકામાં રહેલા પ્રવિણ કાકા કેળવણીના ક્ષેત્રે પણ સતત સક્રિય રહ્યાં હતા. સૌરાષ્ટ્રમાં ઈજનેરી શિક્ષણને ફેલાવવામાં પણ તેમનું અમુલ્ય યોગદાન હતું.

પ્રવિણભાઈ મણિયાર વ્યવસાયે એડવોકેટ હતા. તેમના પિતા રતિલાલ અભેચંદ મણિયાર, રાજકોટના પ્રથમ મેયર અરવિંદભાઈ મણીયારના નાના ભાઈ હતા. પ્રવિણભાઈ મણિયાર કાકાના હુલામણા નામથી ઓળખાતા હતા. તેઓ ૧૯૫૩-૫૪માં આરએસએસમાં જોડાઈ દેશ સેવાની પ્રવૃતિ શરૂ કરી હતી. તેઓ સંઘમાં પ્રાંત કાર્યવાહ અને પશ્ર્ચિમ ક્ષેત્રના સંપર્ક પ્રમુખની વર્ષો સુધી જવાબદારી સંભાળી હતી. રાજકોટમાંથી દર જન્માષ્ટમીએ નિકળતી શોભાયાત્રા ૧૯૮૬થી પ્રવિણભાઈના માર્ગદર્શન હેઠળ નીકળતી હતી. ૩૦ વર્ષ સુધી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ રહ્યાં હતા. ૧૯૯૩-૯૪માં રાજકોટને મેડિકલ કોલેજ મળે તે માટે તેઓએ આંદોલન શરૂ કર્યું હતું અને સર્વપક્ષીય કમીટી રચાઈ હતી તેના તેઓ ક્ધવીનર હતા. ૧૯૯૪માં વીવીપી એન્જીનીયરીંગ કોલેજના કોલેજના સ્થાપના થઈ ત્યારથી છેલ્લા શ્ર્વાસ સુધી તેઓ ચેરમેન પદે રહ્યાં હતા. આજે પણ પ્રવિણ કાકાનું વ્યક્તિત્વ જીવન અને વિચારો જ્વલંત છે.

પ્રવીણકાકાનું નિવાસ સ્થાન ‘શિક્ષણ સેવા સ્થાન’ બનશે

કાકાની પૂણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા સવા કરોડની મિલ્કત દાનનો સંકલ્પ

બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્વયંસેવક, દેશપે્રમ, દેશસેવા અને સંસ્કા૨લક્ષી શિક્ષણપ્રેમી પ્રવિણકાકા મણીયા૨ની ચતુર્થ પુણ્યતિથિ નિમિતે હદયસ્થ પ્રવિણકાકાનાં ધર્મપત્ની પ્રમીલાકાકી, સુપુત્ર અપૂર્વભાઈ મણીયા૨, સુપુત્રી ભાવનાબેન તથા પરીવા૨જનોએ અકિંચન નિર્ણય લઈ નાગિ૨ક, સમાજ અને રાષ્ટ્રને નવો રાહ ચીંધ્યો છે. પ્રવિણકાકા ૨તીલાલ મણીયા૨નાં પિ૨વારે પ્રવિણકાકાના જન્મ-સ્થાન અનેક સેવાકીય, શિક્ષણ રાજકીય અને રાષ્ટ્રીય સેવાઓની પુણ્યભૂમિ,૧૪- પંચનાથ પ્લોટ ખાતેનાં ૧૩૭ વા૨નાં સુ૨ પ્રભાવ નિવાસને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત શૈક્ષણિક સંસ્થાને શિક્ષણ પ્રવૃતિઓ માટે દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. આજની બજા૨ કિંમત મુજબ આ નિવાસ સ્થાનની કિંમત એક કરોડ પચ્ચીસ લાખ રૂપિયા જેવી થાય છે. ૬૦ વર્ષની નિવૃતિ વયે સેોરાષ્ટ્ર – કચ્છની ઉચ્ચ શિક્ષણની જરૂરીયાતોને પહોંચી વળવા વી.વી.પી.નાં માધ્યમથી એન્જીનીયરીંગ અને આર્કીટેકચ૨ની કોલેજની સ્થાપના દવારા નવયુવા એન્જીનીયરો અને આર્કીટેકની ફોજ રાષ્ટ્ર સેવામાં અર્પણ, કોઈ પણ સંસ્થામાંથી એક પણ રૂપિયાનો આર્થિક લાભનહિ, સેોરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ-સ૨સ્વતી શિશુ મંદિ૨નાં માધ્યમ થકી સંસ્કા૨યુક્ત શિક્ષ્ાણ-સિંચન દરેક કર્મચારી-કાર્યર્ક્તા-સાથી મિત્રોના સુખ-દુ:ખનાં પ્રસંગમાં હાજ૨ વગેરે દવારા તેઓએ એક જીવન-કાળમાં યુગ-પુરૂષ તરીકે યુગ યુગાંત૨નાં અનેક સહસ્ત્ર કાર્યો પૂર્ણ કરી અનેક લોકોના જીવન ઘડત૨ ર્ક્યા. પ્રવિણકાકાનાં ધર્મપત્ની પ્રમીલાકાકી અને સુપુત્ર અપૂર્વભાઈ મણીયા૨ તથા તેમનો પિ૨વા૨ પણ પ્રવિણકાકાનાં પંથ પ૨ આગળ વધતાં સવા કરોડ રૂપિયાના નિવાસ સ્થાનને  શક્ષણ સેવા સ્થાનમાં ફે૨વવાનો ઐતિહાસિક નિર્ણય લીધેલ છે. અપૂર્વભાઈ મણીયા૨ પણ સેોરાષ્ટ્ર શિક્ષણ સેવા સમાજ અને સ૨સ્વતી શિશુ મંદિ૨નાં માધ્યમથી પ્રવિણકાકાનાં શિક્ષણ સેવા કાર્યોને વધુ ઉંચાઈએ પહોંચાડી ૨હયા છે. તેમના આ માતબ૨ દાનને સમાજ ત૨ફથી અહોભાવ અને અભિનંદનની વર્ષ મળી ૨હી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.