સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ એક યાદીમાં જણાવે છે કે, રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને પ્રજાલક્ષી બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિગત રજુઆતોનો તેમજ રાજ્ય સરકારની તથા રાજકોટ મહાનગરપાલિકાની યોજનાઓ સંબધિત પર્શ્નો સ્થળ ઉપર જ નિકાલ થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૦/૦૯/૨૦૧૮ના રોજ વોર્ડ નં-૦૩માં ગૂરૂનાનક કોમ્યુનીટી હોલ, રેલ્વે સ્ટેશન રોડ, જંકશન પ્લોટ ખાતે, વોર્ડ નં.૦૫માં અટલ વિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે તેમજ વોર્ડ નં.૦૮માં સૌરાષ્ટ્ર હાઈસ્કુલ, કોટેચા ચોક ખાતે, સવારે ૦૯:૦૦ કલાકે ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
વોર્ડ નં.૦૩માં ગૂરૂનાનક કોમ્યુનીટી હોલ, રેલ્વે સ્ટેશન રોડ, જંકશન પ્લોટ ખાતે, યોજાશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, વોર્ડ નં.૦૩ના પ્રભારી દિનેશભાઈ કારિયા, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી જગદીશભાઈ ભોજાણી, રાજુભાઈ દરિયાનાણી, વિગેરે ઉપસ્થિત રહેશે.
વોર્ડ નં.૦૫માં અટલ વિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે યોજાશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દક્ષાબેન ભેસાણીયા, અનિલભાઈ રાઠોડ, પ્રીતિબેન પનારા, વોર્ડ નં.૦૫ના પ્રભારી બાબુભાઈ ઉધરેજા, પ્રમુખ દિલીપભાઈ લુણાગરિયા, મહામંત્રી પ્રભાતભાઈ કુંગસીયા, મુકેશભાઈ ધનસેતા, વિગેરે ઉપસ્થિત રહેશે.
વોર્ડ નં.૦૮માં સૌરાષ્ટ્ર હાઈસ્કુલ, કોટેચા ચોક ખાતે યોજાશે. આ પ્રસંગે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, જાગૃતિબેન ઘાડિયા, વિજયાબેન વાછાણી, રાજુભાઈ અઘેરા, રાજકોટ શહેર મંત્રી રઘુભાઈ ધોળકિયા, મુકેશભાઈ રાઠોડ, વોર્ડ નં.૦૮ના પ્રભારી નીતિનભાઈ ભૂત, પ્રમુખ વી.એમ પટેલ, મહામંત્રી રમેશભાઈ ચાવડીયા, કાથડભાઈ ડાંગર, વિગેરે ઉપસ્થિત રહેશે.
વોર્ડ નં.૦૩, ૦૫ તથા વોર્ડ નં.૦૮માં યોજાનાર આ સેવાસેતુ કાયક્રમમાં સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો લાભ લેવા જનતાને નિમંત્રણ પાઠવવામાં આવે છે.