મનપા દ્વારા તાજેતરમાં વોર્ડ નં-૦૩માં ગૂરૂનાનક કોમ્યુનીટી હોલ, રેલ્વે સ્ટેશન રોડ, જંકશન પ્લોટ ખાતે, વોર્ડ નં.૦૫માં અટલ વિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે તેમજ વોર્ડ નં.૦૮માં સૌરાષ્ટ્ર હાઈસ્કુલ, કોટેચા ચોક ખાતે, સવારે ૦૯ કલાકે ચોા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.૦૩માં ગૂરૂનાનક કોમ્યુનીટી હોલ, રેલ્વે સ્ટેશન રોડ, જંકશન પ્લોટ ખાતે, સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઈ આસવાણી, મહામંત્રી જગદીશભાઈ ભોજાણી, રાજુભાઈ દરિયાનાણી, સુનિલભાઈ ટેકવાણી, ડે.કમિશનર સી.કે.નંદાણી વિગેરે ઉપસ્તિ રહ્યા હતા.
વોર્ડ નં.૦૫માં અટલ વિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. જેનું શુભારંભ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દક્ષાબેન ભેસાણીયા, પ્રીતિબેન પનારા, દેવુબેન જાદવ, પ્રમુખ દિલીપભાઈ લુણાગરિયા, મહામંત્રી પ્રભાતભાઈ કુંગસીયા, મુકેશભાઈ ધનસેત, સંજયભાઈ ચાવડા, નિલેશભાઈ ખુંટ, દીપકભાઈ પનારા, મનુબેન રાઠોડ, વિગેરે ઉપસ્તિ રહ્યા હતા.
વોર્ડ નં.૦૮માં સૌરાષ્ટ્ર હાઈસ્કુલ, કોટેચા ચોક ખાતે સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો. જેનું શુભારંભ સાંસદ મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, જાગૃતિબેન ઘાડિયા, વિજયાબેન વાછાણી, રાજુભાઈ અઘેરા, ડી.એમ.સી. જાડેજા વિગેરે ઉપસ્તિ રહ્યા હતા.
વોર્ડ નં.૦૩માં કુલ ૬૩૪ અરજીઓ આવેલ. વોર્ડ નં.૦૫માં કુલ ૮૦૨ અરજીઓ આવી હતી. વોર્ડ નં.૦૮માં કુલ ૬૯૮ અરજીઓ આવેલ. આ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ. જેમાં મુખ્યત્વે આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણ પત્ર, વાત્સલ્ય કાર્ડ, કાનૂની સહાય, જનધન યોજના આવકના દાખલાઓ, રાશનકાર્ડમાં સુધારાઓ, ઉજવલા યોજના હેઠળ એલ.ઈ.ડી. બલ્બ વિતરણ વિગેરે યોજનાઓ અંતર્ગત લાભ લાર્ભાીઓને આપવામાં આવ્યો હતો.