લોકશાહીના ચોથા સ્તંભ ‘અબતક’ ટીમે જીવના જોખમે નાગરિકની સુરક્ષાનો ધર્મ નિભાવ્યો
શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી દિનદહાડે ચોરી, મારામારી જેવા બનાવોમાં શેરબજારના ગ્રાફની જેમ વધી રહ્યો છે. પોલીસને માત્ર દારૂ-જુગાર અને જમીન કૌભાંડ જેવા ગુનાની તપાસમાં રસ છે. આથી લુખ્ખાઓ બેખોફ બન્યા છે. અને ગુન્હેગાર અને પોલીસ વચ્ચેનું અંતર ન જળવાતા પોલીસ ખિસ્સામા હોય તેવી રીતે વર્તે છે.
શહેરમાં વિકરાળ બનતી જતી ટ્રાફીક સમસ્યા મોત સુધી દૌરી જાય છે.તેઓ ટ્રાફીકથી ધમધમતા એવા યાજ્ઞક રોડ પર બાઈક ટ્રાફીક પાર્ક કરવા જેવી નજીવી બાબતે હિરા પન્ના કોમ્પ્લેક્ષનાં સિકયુરીટી મેને બાઈક ચાલક ઉપર કાતરથી જીવલેણ હુમલા વેળાએ લોકો મોબાઈલથી વિડીયો ઉતારી રહ્યા હતા ત્યારે ‘અબતક’ મિડીયાની ટીમે જાનની પરવા કર્યા વગર મારામારી કરી રહેલા શખ્સોને છોડાવી અને હુમલામાં ઘવાયેલા પ્રૌઢને હોસ્પિટલે ખસેડી પત્રકારત્વનું ઉમદા ઉદાહરણ પૂરૂ પાડયું છે.
પોલીસે ન્યાયિક કામગીરી બજાવવા બુધ્ધિજીવીઓની માંગ
લોકશાહીના ચોથા સ્તંભ અખબારી આલમનાં પત્રકાર પણ, ન્યાયતંત્ર, રાજકારણ અને પોલીસની નાગરીકોની સુરક્ષાની જવાબદારી હોય છે. તેવું અબતકનાં પત્રકારે અને તેની ટીમે પૂરવાર કર્યું છે. ઘટના સ્થળે બનાવ બન્યો ત્યારે સમય સુચકતાથી બંનેને ઝઘડતા છૂટા પાડી ઈજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડવામાં મદદકરરી જીવ બચાવી ઉમદા માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડયું છે.
ધમધમતા યાજ્ઞિક રોડ પર બાઈક ચાલકને સિકયુરીટીમેને કાતર ઝીંકી
રાજકોટના યાજ્ઞિક રોડ પર સરાજાહેર ખૂની હુમલાની ઘટના સામે આવી હતી. યાજ્ઞિક રોડ પર હિરાપન્ના કોમ્પ્લેક્સ ના સિક્યુરીમેને મિતલ રાછ નામના વ્યક્તિ સાથે બોલાચાલી બાદ કાતર વડે ખૂની હુમલો કરતા અફરા તફરી મચી હતી .અબતક મીડિયાના રિપોર્ટર ઋષિ દવે તેમજ કેમેરામેન સાગર ગજ્જર યાજ્ઞિક રોડ પરથી નીકળ્યા ત્યારે સમગ્ર ઘટના નજરે પડી હતી અને તાત્કાલિક ધોરણે બંનેને છોડાવી ઘાયલ વ્યક્તિ મીતલભાઈ ને રીક્ષા માં બેસાડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પોહચાડ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મિતલ રાછ હીરા પન્ના કોમ્પ્લેક્સ પાસે પોતાનું બાઇક પાર્ક કરીને પાનના ગલ્લે દરરોજ આવે છે, સિક્યુરિટીમેન કરસન સારોલા તેને બાઇક પાર્ક કરવાની મનાઈ કરે છે બાદમાં ઉગ્ર બોલાચાલી બાદ હાથાપાઈ થયા બાદ સિક્યુરીટી પોતાની થેલી માંથી કાતર કાઢીને ખૂની હુમલો કરે છે.
માનવતા મરી પરવારી હોય તેમ હાજર લોકો મોબાઈલમાં શુટીંગ કરવામાં વ્યસ્ત
ઘટના ને પગલે એ ડિવિઝન પોલીસે સ્થળ પર પોહચી સિક્યુરિમેનની અટકાયત કરી હતી. સમગ્ર ઘટના અંગે વાહન ચાલકના ભાઈ જેસલ રાછ ની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે કલમ 323,324,504 તથા જીપીએકટ મુજબ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી.
નિદોર્ષ વાહન ચાલક ઉપર હુમલાની ન્યાયિક તપાસ કરવા બુધ્ધિજીવીઓમાં સુર ઉઠવા પામ્યો છે.
ફરિયાદ પરત ખેંચવા ફરિયાદીને ધમકી ભર્યા ફોન પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીના ભાઈ જેસલને અજાણ્યા નંબર પરથી ધમકી ભર્યા ફોન આવી રહ્યા છે .એડવોકેટના નામે કોઈ શખ્સ ફોન કરી ને ફરિયાદ પરત ખેંચવા ફરિયાદી પર દબાણ કરી રહ્યો છે પરંતુ આ સમગ્ર મામલે ફરિયાદીનો સંપર્ક સાધતા તેમને ભેદી મૌન ધારણ કર્યું છે.ફરિયાદી જેસલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે સીધા માણસો છીએ મારા ભાઈ પર ખૂની હુમલો થયો છે અને આરોપી પણ એક જ દિવસમાં છૂટી ગયો છે.અત્યારે મારો ભાઈ જલ્દીથી સ્વસ્થ થઈ જાય ત્યાર બાદ જ હું આ મામલે કંઈક અલગ ફરિયાદ આપીશ.હાલ અજાણ્યા નંબર માંથી ફરિયાદ પરત ખેંચવા ફોન આવે છે પરંતુ અમારે આ વિષયમાં હમણાં ધ્યાન નથી આપવું.