નિર્ભયા કેસના ચારેય દોષિતોના દરેક કાયદાકીય વિકલ્પો હવે પૂરા થઈ ગયા છે. આજે પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ચોથી વખત ડેથ વોરન્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે કોર્ટ દ્વારા ડેથ વોરન્ટ જાહેર કર્યું છે તે પ્રમાણે 20 માર્ચે સવારે છ વાગે ચારેય દોષિતોને ફાંસી આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે દોષી પવન ગુપ્તાની અરજી પણ ફગાવી દીધી છે. ત્યારપછી દિલ્હી સરકાર નવું ડેથ વોરન્ટ જાહેર કરવા માટે પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી ગઈ હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષી પવન ગુપ્તાની દયા અરજી બુધવારે ફગાવી દીધી હતી. તેની પાસે ફાંસીની સજાથી બચવા માટેનો આ છેલ્લો કાયદાકીય વિકલ્પ હતો. સુપ્રીમ કોર્ટમાં સોમવારે ક્યુરેટિવ પિટીશન નકારવામાં આવ્યાના તુરંત પછી પવને રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી.