ગજ્જર ઇલેવન, ડીપી ચેલેન્જર, ધવલ એકેડમી અને મહાદેવ ઇલેવનનો ભવ્ય વિજય

રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલી ઓપન ગુજરાત ટેનિશ ક્રિકેટ ટૂર્નામેન્ટના ત્રીજા દિવસે ચાર મેચ રમવામાં આવી હતી જેમાં ગજ્જર ઇલેવન, ડીપી ચેલેન્જર, ધવલ એકેડમી અને મહાદેવ ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો.

‚રલ એસપીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચારેય મેચ રસાકસી ભર્યા અને ચોકા-છક્કાની સટાસટ્ટી થઇ હતી. યુવાનોમાં સાહસિક અને ખેલદીલીની ભાવના વધે તે હેતુસર શ‚ કરાયેલી ટૂર્નાનેમેન્ટમાં સતાધાર ઇલેવન અને ગજ્જર ઇલેવન વચ્ચે પ્રથમ મેચ રમાયો હતો. જેમાં ગજ્જર ઇલેવને ૧૨ ઓવરના અંતે ૧૧૧ રન બનાવ્યા હતા.

સતાધાર ઇલેવન પાંચ વિકેટ ગુમાવી ૮૬ રન બનાવી શકતા ગજ્જર ઇલેવન ટીમનો ૨૫ રને વિજય થયો હતો. ગજ્જર ઇલેવનના અનિલ ધ્રાંગધરીયાએ ૩૮ રન બનાવતા તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

બીજો મેચ ડીપી ચેલેન્જર અને જય ગોપાલ વચ્ચે રમાયો હતો. જેમાં ડીપી ચેલેન્જરે ૧૬૧ રન બનાવ્યા હતા જેની સામે જય ગોપાલ ટીમ માત્ર ૭૧ રનમાં ઓલ આઉટ થઇ જતા ડીપી ચેલેન્જર ટીમનો ૯૦ રનથી ભવ્ય વિજય થયો હતો. ડીપી ચેલેન્જરના જયએ ૫૫ રન ફટકારતા તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ત્રીજો મેચ ગોપાલ નમકીન અને જેતપુરની ધવલ ક્રિકેટ એકેડમી વચ્ચે રમાયો હતો. જેમાં ધવલ ક્રિકેટ એકેડમીએ ૧૫૨ રન ફટકાર્યા હતા. તેની સામે ગોપાલ નમકીનની ટીમ ૧૧૧ રનમાં ઓલ આઉટ થતા ૪૧ રનથી પરાજય થયો હતો. ધવલ ક્રિકેટ એકેડમીના ધવલ એક વિકેટ અને ૭૫ રન ફટકારી ઓલ રાઉન્ડ દેખાવ કરતા તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં

આવ્યો હતો.

અંતિમ મેચ યદુનંદન અને મહાદેવ ઇલેવન વચ્ચે રમાયો હતો. યદુનંદનની ટીમ ૫૨ રનમાં ઓલ આઉટ થતા મહાદેવ ઇલેવનની ટીમે માત્ર ત્રણ વિકેટ ગુમાવી જ‚રી ૫૨ રન બનાવતા મહાદેવ ઇલેવનનો સાત વિકેટથી વિજય થયો હતો.

ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળ બનાવવા એડમન ડીવાય.એસ.પી. ગૌસ્વામી, પી.એસ.આઇ. રાજેન્દ્રસિંહ જાડેજા અને શિરિષ ચુડાસમા જહેમત ઉઠાવી રહ્યા છ. ચારેય મેચ દરમિયાન આગવી શૈલીમાં કોમેન્ટરી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.