વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત કારનો બુકડો બોલી ગયો: અકસ્માતના કારણે ટ્રાફિકજામ થતા ઘોઘા રોડ પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો

ભાવનગરના નવાબંદર હાઇ-વે પર આનંદનગર વહેલી સવારે ટ્રક અને કાર ધડાકાભેર સામસામે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા ચાર યુવાન એક સાથે કાળનો કોળીયો બની જતા મૃતકના પરિવારમાં અરેરાટી સાથે ગમગની છવાય ગઇ છે. અકસ્માતના કારણે કારનો બુકડો બોલી ગયો છે. ઘટના સ્થળે ટ્રાફિક જામ થતા ઘોઘા રોડ પોલીસ સ્ટાફે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ક પરામાં રહેતા ચાર યુવાનો વહેલી સવારે જી.જે.4સીજે. 1922 નંબરની સ્વીફટ કારમાં નવાબંદર તરફ જઇ રહ્યા હતા ત્યારે આનંદનગર પાસે પહોચ્યા ત્યારે સામેથી કાળ બનીને ઘસી આવેલા જી.જે.3એઝેડ 6158 નંબરના ડમ્પર સાથે ધડાકાભારે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ગોજારા અકસ્માતમાં બનાવની કલાકો બાદ ત્યાંથી પસાર થયેલા વાહન ચાલક રાહદારીએ ઘોઘા રોડ પોલીસ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલશને જાણ કરતા પી.આઇ. આર.વાય.સોલંકી, ભરતભાઇ અને કિરીટસિંહ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.

અકસ્માતમાં કાર ટ્રકમાં ઘુસી ગઇ હતી અને ચારેય યુવાનો ગંભીર રીતે ઘવાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. કારમાં ફસાયેલા મૃતદેહ પોલીસે બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી ચારેયની ઓળખ મેળવી હતી. મૃતકના પરિવારને જીવલેણ અકસ્માતના બનાવની જાણ થતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા બાદ કરેલા કરૂણ આક્રંદથી ગમગની છવાય ગઇ હતી.

વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના કારણે ભાવનગર રોડ મરણ ચીંચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. હાઇવે પર વાહન વ્યવહાર અટકી પડ્યો હતો. પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઇ હતી. કંઇ રીતે અકસ્માત સર્જાયો અને તેમાં ભોગ બનનાર ચાર યુવાનોની ઓળખ વિધી હજી થઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. એક અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે કાર ઓવર સ્પીડમાં હોય સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવવાના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો હોય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.