દહેજ અંગે ત્રાસ આપતા કુળવધુએ ફાંસો ખાઈ આપઘાત કરવાના ગુનામાં પતિ સહિત સાસરીયા સામે ગુનો નોંધાયો ‘તો
શહેરના ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ નજીક આસોપાલવ સોસાયટીની નવોઢાને મરવા મજબૂર કરવાનાં ગુનામાં પોલીસ ધરપકડની દહેશતથી સાસુ અને બે નણંદ સહિત ચારની આગોતરા જામીન અરજી અદાલતે મંજૂર કરતો હુકમ કર્યો છે.
પોલીસમાંથી શહેરના ગોંડલ રોડ પર સોલવન્ટ નજીક આસોપાલવ સોસાયટીમાં રહેતા ચેતન ભાવનગરીયા નામના યુવક સાથે બોટાદ તાલુકાના સમઢીયાળા ગામની સંગીતાબેનના લગ્ન થયેલા અને નવોઢા સંગીતાબેનને સાસરીયા દ્વારા દહેજ બાબતે ત્રાસ આપતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધોહતો.આ બનાવમાં બોટાદના સમઢીયાળા ખાતે રહેતા મૃતકના પિતા ઘનશ્યામભાઈ ચતુરભાઈ સાળધાએ મૃતકના પતિ ચેદન, સાસુ બાબુભાઈ, સાસુ શારદાબેન, નણંદ હર્ષાબેન, નણંદોયા જયેશ વેગડ અને નણંદ દક્ષાબેન સામે મરવા આપઘાત ફરજ પાડવાનો ગુનો નોંધ્યો હતો.
પોલીસ ધરપકડની દહેશતથી સાસુ, બે નણંદ અને નણદોયાએ આગોતરા જામીન અરજી કરી હતી જામીન અરજીની સુનાવણીમાં બંને પક્ષોની રજુઆતના અંતે બચાવ પક્ષની દલીલો ધ્યાને લઈ અદાલત એવા તારણ ઉપર આવેલ કે ગુજરનાર સંગીતાબેન લગ્નના એકમાસ બાદથી તેના સાસરેથી પોતાના પતિ સાથે રાજકોટ મુકામે રહેવા આવી ગયેલ અને અન્ય આરોપીઓ બોટાદ કે ભાવનગર જિલ્લામાં રહે છે.જેતી તેમને પતિ પત્ની વચ્ચે જે કાંઈ કારણ બનેલ હોય તેની માહિતી નથી સાસરીયાઓએ જામીન અરજી કરેલ હોય પ્રથમ દર્શનીય રીતે કોઈ પણ આરોપીની કસ્ટડીયલ ઈન્ટ્રોગેશનની જ‚રીયાત જણાતી નહોય આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખવા પાત્ર ગણી સાસરીયાઓની જામીન અરજીઓ મંજૂર કરી હતી.
આ કામમાં તમામ સાસરીયાઓ વતી જાણીતા યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી રીપન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ રોકાયેલ હતા.