ભુજના મૌર્ય સોનીએ ગણતરીની મિનિટોમાં ટોલેસ્ટ પિરામીડ બનાવી નવો કિર્તીમાન રચ્યો
ઝળહળતી સિધ્ધિને રાજયમંત્રી વાસણભાઇ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય વગેરેએ બિરદાવી
દેશ અને દુનિયામાં અનેક વિશ્વ રેકોર્ડ બની ચુકયા છે તેમાં સૌથી નાના મા નાનીં ઉંમરમા રહીને કોઇ બાળકે રેકોર્ડ બનાવ્યો હતો તેની ઉંમર સાડા છ વર્ષની વયે બનાવેલ હતો. આ રેકોર્ડ હવેને એનાથી પણ નાનીં ઉમર એટલે કે માત્ર ‘ચાર વર્ષ’ના એક ગુજરાતી ટાબરિયા બાળકેએ તોડ્યાની સાથો સાથ વિશ્વનો સૌથી નાનકડો રેકોર્ડ હોલ્ડર બન્યોનું યશસ્વી કાર્ય કરેલ છે.
ગુજરાતને ગૌરવ અપાવનાર નાનકડા છોકરાનું નામ મોર્ય મિલનભાઇ સોની છે તે ગુજરાત રાજયના કચ્છ જિલ્લામાં આવેલ ભુજ શહેરમા રહે છે.
વાતમા ને વાત મા આ ટચૂકડા ટાબરિયાએ ગુજરાતની ગૌરવ ગાથામા એક નવું કીર્તિમાન સ્થાપિત કરીને ગુજરાત અને કચ્છનું નામ આખાયે દેશ અને દુનિયામાં ઉજાગર કરેલ છે.
આ રેકોર્ડની વાત કરીએ ભારતનાં ઉપરાષ્ટ્રીય વૈકેયા નાયડુજીએ ખાસ બાળકોને જાહેર સંદેશ સંબોધતાં જણાવ્યું હતું કે, લોકડાઉનનાં સમયનો સદ્ધપયોગ બાળકોએ પોતાની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવીને કંઇક એવું કરવું જોઇએ જેના કારણે બાળપણથી જ પોતાના મા કોઇક નવીન ઉર્જાનું સિંચન થાય અને દેશ માટે કંઇક કરી છુટવાની ભાવના બાળકોમા નાનપણથી કેળવાય.
આજના આ યુગના બાળકો ટેકનોલોજીમા માસ્ટર હોય છે. ઉપરાષ્ટ્રપતિનીએ વાત સોશ્યલ મીડિયા દ્વારા આ પરિવારના મન મા ઘર કરી ગયેલ અને કહેવાય છે કે, મોરના ઇંડા ચિતરવા ન પડે યુક્તિ ફરી એકવાર સત્ય ઠરી છે. કારણ કે વિક્રમનાં વિશ્ર્વમાં વિસ્મયમાં મૂકી દે તેવા વિક્રમ સર્જનાર આ નાનકડા ટાબરિયાનું નામ અને પ્રતિભા ઇતિહાસમા સુવર્ણ અક્ષરે લખાય તેવો વર્લ્ડ રેકોર્ડ આ ચાર વર્ષના ટાબરીયા મોર્યએ અંકિત કરી બતાવ્યું છે આ વર્લ્ડ રેકોર્ડ અંગે માહિતી આપતાં આ નાનકડા સ્કૂલ બોયના પિતા મિલન સોનીએ જણાવ્યું હતું કે દુનિયામાં ભાગ્યે જ એવો કોઇ દેશ નહીં હોય કે જયાં કોઇ ગુજરાતી નહી હોય, એવા ગૌરવવંતા ગુજરાતના સવાયોને એવું સવાયુ કામ કચ્છ-ભુજના ‘મૌય એમ. સોની’ માત્ર ચાર વર્ષની ઉંમરે ‘ટેલેસ્ટ પેપટ ગ્લાસ િ૫રામિડ’નો રવ સ્ટેપ સાથે ૭.૫ ફુટનો ‘ટોલેસ્ટ પિરામીડ ગણતરીની મિનિટોમાં બનાવી વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા બુકમાં સ્થાન સાથે નવો કિર્તિમાન રચ્યો હતો. આ કિર્તિમાન રચાવાની સાથે જ સમગ્ર ભારતનો સૌથી નાની વર્યે રેકોર્ડસ હોલ્ડરનો ખિતાબ મેળવીને પોતાનાં માતા પિતા અને સમાજનું નામ રોશન કર્યુ છે. અત્રે નોંધનીયએ છે કે તેમની માતા દેવ્યાની સોનીએ પણ વર્ષ ૨૦૧૬માં કચ્છની પ્રથમ ગિનિસ વર્લ્ડ રોકર્ડસ બનાવી ભારતનાં નામે કરેલ, ભારતીય સંસ્કૃતિ (ગર્ભ સંસ્કાર)તેમના આ નાનકડા માસ્ટર બોય ‘મૌર્ય’ જોવા મળે છે.
આ રેકોર્ડસમાં પોતાનામાં રહેલી ધૈર્ય શક્તિની ખુબજ કસોટી થાય છે. આ માસ્ટર બોર્ય ‘મૌર્ય’ છેલ્લા ઘણા જ સમયથી આ રેકોર્ડસ બનાવવા માટે સખત મહેનત કરી હતી આ પિરામિડને તેણે નોનસ્પોટ બનાવ્યો હતો. રેકોર્ડના અંતિમ પડાવના રેકોર્ડસ સમયે વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયાનાં પ્રેસિડેન્ટ પવન સોલંકીએ ઓન લાઇન વિડિયો કોલ મારફતે લાઇવ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યાર બાદઆ રેકોર્ડને ચકાસીને રેકોર્ડસનું પ્રમાણપત્ર તેમજ ગોલ્ડ ેમડલ આપીને નાનકડા ગુજજુ બોય મોર્યને સન્માનિત કરેલ, વધુમાં જ જણાવીને ઉમેર્યુ હતું કે, આ માસ્ટર ગુજજુ બોય મૌર્ય હવે ગિનિય બુક ઓફ વર્ડ રેકોર્ડસની તૈયારી કરી રહ્યો છે. આટલી નાની ઉંમરે ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર નાનકડા ગુજજુ બોય ‘મૌર્ય’ની આ સિઘ્ધિને રાજયમંત્રી વાસણભાઇ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી તથા એન. આર. આઇ. ફેસ્ટિવલ કાઉન્સિલ ઓફ ફાઉન્ડેશનના ચેરમેન હર્ષદ ઠકકર, બંદરીયા શહેર માંડવીના અગ્રણી અજય ખત્રી વિગેરે મહાનુભવોએ શુભેચ્છાઓ પાઠવી હતી.