બંધ ટ્રક પાછળ ઈકો ઘૂસી જતા અમદાવાદની ચાર મહિલા કાળનો કોળીયો: 4 ઘાયલ
ધંધુકા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બંધ ટ્રકની પાછળ ઈકો ઘુસી જતા એક સાથે ચાર મહિલા કાળનો કોળીયો બની છે. તો ચાર મુસાફર ઘવાતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માતના પગલે ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજતા ચકચાર મચી જવા પામ્યો છે ધંધુકા બગોદરા હાઈવે ઉપર ઇકો કાર ચાલક દ્વારા બંધ પડેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાવાની આવ્યો છે ઇકો કાર ચાલકને આગળ બંધ પડેલી ટ્રક ના વર્તાતા ચાર લોકોના જીવ આ અકસ્માતમાં જવા પામ્યા છે ચારે ચાર મહિલાઓ હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.
ત્યારે અમદાવાદ તરફ જઇ રહેલી ઇકો અત્યંત સ્પીડમાં હોય અને આગળ ભરેલો ટ્રક ડ્રાઇવરને દેખાતા ટ્રક પાછળ ઇકો કાર ઘુસી જવા પામી હતી અને ઘટના સ્થળે જ ચાર મહિલાઓ ના મોત નિપજવા પામ્યા છે. ત્યારે ચારે ચાર મહિલાઓ હોવાનો પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે અન્ય લોકોને ઈજાઓ થવા પામી છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અત્યારે ઘટના સ્થળે પોલીસ પણ દોડી ગઇ છે અને આ મામલે વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવતા ઇકો માં સવાર તમામ અમદાવાદ નાં બ્રહ્માણ પરિવાર હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અકસ્માતના પગલે મૃતદેહોને ઇકો કાર માંથી ચીરી અને બહાર કાઢવામાં આવ્યા છે કારણ કે અકસ્માત ગંભીર હોવાના પગલે ઇકો કારનો પણ ડુચોે બોલી ગયો છે.
ત્યારે આ અકસ્માત સર્જાયા બાદ હાઇવે ઉપર પણ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી ત્યારે તાત્કાલિકપણે પોલીસ દોડી જઈ અને ફેદરા પાસે આ વાહનો હટાવી અને રોડ પણ ખુલ્લો કરવાની તજવીજ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને ટ્રક ચાલક પણ હાલમાં ફરાર બની ગયો હોવાનું જાણવા મળ્યું છે.