તળાવના કાંઠે જાહેરમાં જુગાર માંડનાર તાલુકા પોલીસની ઝપટે ચડ્યા

 મોરબી તાલુકાના જેતપર ગામથી રાપર જવાના રસ્તે તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ રૂ. ૨૫૩૦૦ ની રોકડ રકમ જપ્ત કરી હતી.
પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપરથી રાપર જવાના રસ્તે તળાવના કાંઠે જુગાર ચાલી રાજ્યો હોવાની બાતમીને પગલે મોરબી તાલુકા પોલીસે રેડ પાડી આરોપી જીલાભાઈ રેવાભાઈ પડસાડીયા, ઉ.૩૫  રે.જેતપર પ્લોટ, નરેન્દ્રપરી ન્યાલપરી ગૌસ્વામી ઉ. ૪૦ રે.જેતપર, રાજાભાઈ વેલાભાઈ ગમારા ઉ. ૩૪ રે.જેતપર તથા શાહિદભાઈ હબીબભાઈ કૈડા ઉ.૨૦ રે જેતપરવાળા ને ઝડપી લઈ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા ૨૫૩૦૦ કબ્જે કરી જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.
પોલીસની આ સફળ કામગીરી તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.
એ. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ.એમ.સી.જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ જુવાનસિંહ ઝાલા, ઉજ્જ્વલદાન ગઢવી, દિનેશભાઇ બાવળિયા, શક્તિસિંહ જાડેજા તથા કીર્તિસિંહ જાડેજા સાહિતનાઓએ કરી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.