લક્ષ્મીવાડીમાં બાઈક પાર્ક કરવાના પ્રશ્ને સામ- સામે મારમારી ; ત્રણ ઘવાયા, તલવાર- ધોકા,પાઇપ કબ્જે
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરના બે ભત્રીજા પર ગુરુવારે સાંજે લક્ષ્મીવાડી વિસ્તારમાં નજીવી બાબતે પિતા – પુત્ર સહિત ૬ શખ્સોએ તલવાર, ધોકા,પાઇપ વડે હુમલો કરી ધમકી આપ્યા અંગેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.જ્યારે સમાપક્ષે ચાના ધંધાર્થીએ પણ કોંગ્રેસ પ્રમુખ અંશોક ડાંગરના બે ભત્રીજા વિરુદ્ધ ધોકાથી ફટકારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.પોલીસે સામ- સામે ગુનો નોંધી પી.આઈ જે.ડી.ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે. મારામારીના ગુનામાં પોલીસે પિતા- પુત્ર સહિત ચાર લોકોની અટક કરી છે
મારામારીના બનાવ અંગે કોઠારીયા કોલોનીમાં રહેતા જયદીપ દિલીપ ડાંગરે ( ઉ.વ ૩૮ ) એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુંદાવાડીના જશા ઝાપડા, તેના પુત્ર ઉમેશ ઝાપડા, ઉદય ઝાપડા, મેહુલ ઝાપડા, જનક તથા અજણાયા બે માણસો વિરુદ્ધ નજીવી બાબતે તલવાર, ધોકા, પાઇપ, વડે મારમારી ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.પોલીસે આઇપીસી ૩૨૩,૩૨૪,૫૦૬,રાયોટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
જ્યારે સામાં પક્ષે ગુંદાવાડીમાં ૧૪/૪ ના કોર્નર પર ગિરિરાજ એપાર્ટમેન્ટમાં રહેતા લક્ષ્મીવાડી હવેલી પાસે ચાની દુકાન ધરાવતા જસમતભાઈ ઉર્ફ જસા જાપડા ( ઉ.વ ૫૭)ની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે કોઠારીયાના મુન્નો ઉર્ફ જયદીપ દિલીપ ડાંગર, ગુદાવાડીના રાજેશ ભરત ડાંગર વિરુદ્ધ ધોકાથી પુત્ર ને ફટકારી ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.પોલીસે આઇપીસી ૩૨૩,૫૦૪ મુજબ ગુનો નોંધાયો છે.કોઠારિયા કોલોની વિસ્તારમાં રહેતા જયદીપભાઇ દિલીપભાઇ ડાંગર (ઉ.વ.૩૮) અને ગુંદાવાડીમાં રહેતા તેના પિતરાઇ રાજેશભાઇ ભરતભાઇ ડાંગર (ઉ.વ.૪૫) ગુરુવારે સાંજે છ વાગ્યાના અરસામાં લક્ષ્મીવાડી ચોકમાં બાઇક પર બેઠા હતા ત્યારે એ વિસ્તારમાં જ રહેતો ઉમેશ જશા ભરવાડ અને તેનો ભાઇ મેહુલ ભરવાડ ત્યાં ઊભા હતા, ભરવાડ બંધુએ વાતચીતનો અનર્થ કાઢી કહી ડાંગર બંધુ સાથે બોલાચાલી કરી હતી, માથાકૂટ થયાની જાણ થતાં ભરવાડ બંધુના પિતા જશા ભરવાડ, ઉદય, જનક તથા ત્રણ અજાણ્યા શખ્સ પણ ત્યાં છરી તલવાર અને ધોકા સાથે ધસી ગયા હતા. જયદીપભાઇ અને રાજેશભાઇ પર તૂટી પડ્યા હતા. રાહદારીઓથી સતત ધમધમતા લક્ષ્મીવાડી ચોક વિસ્તારમાં સરાજાહેર છરી તલવારથી બે યુવક પર હુમલો થતાં દેકારો મચી ગયો હતો અને થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી. ઘવાયેલા જયદીપભાઇ, રાજેશભાઇને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યારે સામા પક્ષે જસમત ઉર્ફ જશાભાઈ ઝાપડાના પુત્રએ વૃક્ષ પાસે એક્ટિવા પાર્ક કરવા બાબતે રાજેશ ડાંગરને ટપારવા જતા ગાળો આપી ધોકાથી ફટકાર્યો હતો.જે ઝગડો વકરતા મુન્નો ઉર્ફ જયદીપ ડાંગરને બોલાવી મારમાર્યા હતો.બનાવ અંગે ભક્તિનગર પોલીસે ભરવાડ પિતા – પુત્ર સહિત ચાર લોકોની અટકાયત કરી છે.