છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં ભૂકંપના ચાર આંચકા આવતા લોકો ભયભીત થઈ ગયા છે. સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 10:47 કલાકે અમરેલીથી 39 કિમિ દૂર 1.4ની તિવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ 8.2 કિમિની હતી.
ત્યારબાદ બપોરે 11 કલાકે અમરેલીથી 36 કિમી દૂર 1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ જમીનથી 6 કિમિની હતી. બપોરે 12:18 કલાકે અમરેલીથી 41 કિમી દૂર 1.1ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું.
જેની ઉંડાઇ 5.5 કિમિની હતી. બપોરે 2.19 કલાકે અમરેલીથી 41 કિમિ દૂર 1.7ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 9.3 કિમીની હતી.જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.