આ નવા સંશોધનથી બ્રહ્માંડમાં બ્લેક હોલ, તારા સમુહ, અને ગુરુત્વાકર્ષીય તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય છે તે વિશે જાણવામાં મોટી મદદ થશે
બ્રહ્માંડના રહસ્યો વિશે જાણવા અને તેના વિશે થતા સંશોધનોમાં બ્લેકહોલનું રહસ્ય કેન્દ્ર સ્થાને છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ સુર્ય કરતા ચાર ગણો મોટો સુષુપ્ત બ્લેક હોલ શોધી કાઢયો છે. પ્રથમ વખત થયેલા આ પ્રકારના સંશોધનથી બ્રહ્માંડમાં બ્લેક હોલ તારાઓનો સમુહ, અને ગુરૂત્વાકર્ષીય તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય છે. તે વિશે જાણવા મોટી મદદ થશે તેમ વૈજ્ઞાનિકો કહેવું છે.
જાના થા જાપાન પહોચ ગયે ચીન જેવું વૈજ્ઞાનિકો સાથે થયું છે. વૈજ્ઞાનિકો એક અજાણ્યા તારાની શોધમાં અવકાશમાં ગયા હતા જયાં તેમને આ મોટી સફળતાના ભાગરુપે બ્લેકહોલ મળી આવ્યો છે. આ બ્લેકહોલ એક ગોળાકાર સ્ટારના જુથમાંથી મળ્યો છે. તેમાં પણ મહત્વની બાબતએ છે કે આ બ્લેકહોલ સુષુપ્ત અવસ્થામાં છે. અગર તે કાર્યાન્વિતીત હોત તો વૈજ્ઞાનિકોનું લક્ષ્ય પુર્ણ ન થતા. કારણ કે બ્લેકહોલએ એક એવું પિંડ છે કે ખુબ જ શકિતશાળી ગુરુત્વાકર્ષણનું ક્ષેત્ર ધરાવે છે. જો કોઇપણ જાતનુ દ્રવ્ય તેમાં કેન્દ્રથી અમુક અંતરથી નજીક આવે તો તે તેની અંદર ખેંચી લે છે.
પ્રકાશના કિરણો પણ તેની બહાર નીકળી શકતા નથી. તેના કેન્દ્રની નજીકથી જે વસ્તુઓ પસાર થાય છે તે અંદર ગળી જાય છે. એટલે જ જો આ નવો શોધાયેલો સુર્ય કરતાં ચાર ગણો મોટો બ્લેકહોલ કાર્યવન્તિ હોત તો વૈજ્ઞાનિકો માટે વધુ સંશોધન કરવું ખુબ જ અધરુ નીકવડત બ્રહ્માંડમાં તારાઓના એક જુથને વૈજ્ઞાનિકએ એનજીસી ૩૨૦૧ નામ આપ્યું છે. જે વેનાના નક્ષત્રમાં દક્ષિણની બાજુ આવેલું છે. સંશોધકોએ આ તારાજુથ એનજીસી ૩૨૦૧માં એક તારો એવો શોધી કાઢયો છે કે જે દર કલાકે હજારો કિલોમીટરની ઝડપે પોતાના સ્થાનથી આગળ અને પાછળ ઉછાળા મારે છે અને આ કાર્ય તે દર ૧૬૭ દિવસે રીપીટ કરે છે. ઇએસઓમાંથી બેન્જામીન ગીઝર્સે કહ્યું કે બ્લેકહોલ અને ગોળાકાર તારા જુથ વચ્ચેનો સંબંધ અત્યંત મહત્વપૂર્ણ છે પરંતુ તે એક રહસ્ય છે. આ તારાજુથ ખુબ જ પુરણું હોવાથી તે આ પ્રકારે ઘણાં બ્લેક હોલની રચના કરવા સમર્થ છે.