યુનિફોર્મ વિનાના ૧૧૧ અને રૂટ બોર્ડના ર૦ કેસો કરાયા: લાઇન ચેકીંગ સ્કવોડની કાર્યવાહી
રાજકોટ એસ.ટી. વિભાગની લાઇન ચેકીંગ સ્કવોર્ડ દ્વારા સમયાંતરે હાઇવે ઉપર બસોનું ચેકીંગ કરવામાં આવે છે. અને કટકી બાજ કંડકટરો તથા ખુદાબક્ષ મુસાફરોને ઝડપી લેવામાં આવે છે.
દરમ્યાન લાઇન ચેકીંગ સ્કવોર્ડ એ ગયત એપ્રિલ માસ દરમ્યાન હાઇ વે ઉપર જુદા જુા ‚ટોની બસોનું ચેકીંગ કર્યુ હતું. આ ચેકીંગ દરમ્યાન ચાર કટકી બાજ કંડકટરો ઝડપાયા હતા.આ કંડકટરો એ મુસાફરો પાસેથી ટિકીટના પૈસા લઇ અને ટીકીટો આપી ન હતી. આવા કંડકટરો સામે ખાતાકિય, કાર્યવાહી હાથ ધરવામાં આવીછે.
આ ઉપરાંત ચેકીંગ દરમ્યાન ર૮ ખુદાબક્ષ મુસાફરો પણ ઝડપી લેવાયા હતા. આવા મફતીયા મુસાફરો પાસેથી દંડની વસુલાત કરાઇ હતી.જયારે આ ચેકીંગ દરમ્યાન બસોમાં રૂટ બોર્ડ ન હોવાના ૨૦, અને યુનિફાર્મ ન પહેર્યા હોય તેવા ૧૧૧ કેસો કરાયા હતા તથા ગેરકાયદેસર હોલ્ટનો એક કેસ કરાયો હતો.