પીઓકેથી ભારતની સરહદમાં ઘૂસવાનો કરી રહ્યા હતા પ્રયાસ: અગાઉ 5 આતંકીઓને સુરક્ષાદળોએ માર્યા હતા ઠાર
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોની કાર્યવાહી યથાવત્ છે. કૂપવારામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 4 આતંકીઓને ઠાર મરાયાની માહિતી મળી રહી છે. અહેવાલ અનુસાર અમુક દિવસ પહેલાં જ કાશ્મીરમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર માર્યા હતા. તેની સાથે જ એક સપ્તાહમાં અત્યાર સુધી કુલ 9 આતંકીઓને ઠાર મરાયા છે. જોકે હવે ભારતીય સેના અને પોલીસના સંયુક્ત અભિયાનમાં વધુ 4 ઘૂસણખોરોને ઠાર મરાયાની માહિતી મળી છે.
ગઈકાલે જમ્મુ-કાશ્મીરની પોલીસની વિશેષ તપાસ યુનિટે અનંતનાગ જિલ્લામાં લશ્કર-એ-તોયબાના એક આતંકવાદીના સહયોગીના ઘરને ટાંચમાં લીધું હતું. પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુનિટે આતંકીઓને શરણ આપવા અને તેમને રેશન ઉપલબ્ધ કરાવનાર વિરુદ્ધ કાર્યવાહીને ચાલુ રાખતાં સુબહાનપુરા બિજબેહરા વિસ્તારમાં આતંકીઓના સહયોગીનું મકાન ટાંચમાં લીધું હતું.