આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂર્વે એથિકલ ટ્રિટમેન્ટ ઓફ એનિમલ્સ પેટાની ચાર બહેનો દ્વારા ગૌમાસનો વિરોધ દર્શાવી લોકોને શાકાહાર તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પેટાની ચાર બહેનોએ ગાય અને ભેસના મુખવટા પહેરી ને ડેરી માટે ઉપયોગમાં આવે તેવા પશુઓની ગૌમાંસ માટે થતી હત્યાનો વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતુ કે ગૌ માંસ માટે પશુઓ ઉછેરવામાં આવતા નથી. ડેરી ઉદ્યોગમાંથી મોટે ભાગે પ્રાણીઓનો પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. પ્રાણીઓ આપણા ખાવા માટે નથી જેથી શાકાહાર તરફ વળવું જોઈએ.
‘પેટા’ની ચાર બહેનોએ પશુના વેશમાં ગૌમાસ સામે નોંધાવ્યો વિરોધ
Previous Articleસરદારનગર મેઈન રોડ છલકાતી મુતરડી: ૧૦ દિવસથી સફાઈ બંધ
Next Article અબતક ન્યુઝ 5-3-2018