એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કાર્યમાં જોડાઈ કાટમાળમાં અંદાજીત ૫૦ જટેલા લોકો ફસાયા હોવાની શક્યતા
મુંબઈના ડોંગરીમાંટંડેલ ગલીમાં આવેલી ૪ માળ ની કેસરબાઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં ૪૦થી ૫૦ લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને ગઉછઋની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે.એનડીઆરએફના જણાવ્યા પ્રમાણે સાંકડી ગલી હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. આ દુર્ઘટનામાં૨ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે મૃતક આંક વધવાની શક્યતા છે.
મુંબઈ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આજે બપોરે ૧૧.૪૮ વાગે ડોંગરીની ટંડેલ ગલીમાં કેશરબાઈ નામની બિલ્ડિંગનો અડધો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. આ બિલ્ડિંગ અબ્દુલ હમીદ શાહ દરગાહની પાછળ છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ખૂબ જૂની બિલ્ડિંગ હતી.
એક પ્રત્યાદર્શીના જણાવ્યા પ્રમાણે આ બિલ્ડિંગ અંદાજે ૮૦ વર્ષ જૂની છે. આ બિલ્ડિંગમાં ૧૦ પરિવાર રહે છે અને જ્યારે આ બિલ્ડિંગ ધરાશાયી થયું ત્યારે તેમાં અંદાજે ૪૦-૫૦ લોકો હતા.
મલાડમાં દિવાલ પડતા ૧૩ ના મોત થયા હતા
ભારે વરસાદથી મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રમાણેની દુર્ઘટના થઈ રહી છે. આ દરમિયાન ઉત્તર-પશ્ચિમ મુંબઈના મલાડમાં ૨ જુલાઈએ મોડી રાતે એક દિવાલ ધરાશાયી થવાના કારણે ૧૩ લોકોના મોત થયા હતા.મલાડમાં પિંપરીપાડામાં આવેલી એક સ્કૂલની દિવાલ ૨ જુલાઈએ રાતે એક વાગે બાજુમાં જ આવેલી ઝૂપડપટ્ટી પર દિવાલપડી હતી.
પુણેમાં ઝૂપડપટ્ટીપર દિવાલપડતા ૭ના મોત થયા હતા
જ્યારે પુણેમાં પણ એક દિવાલ પડવાના કારણે સાત લોકોના મોત થયા હતા.પુણેમાં પણ ૨ જૂલાઈની રાતે જ સિંહગઢ કોલેજની દિવાલ તેને અડીને આવેલી ઝૂપડપટ્ટી પર પડી હતી. તેમાં સાત લોકોના મોત થયા હતા.