બે પિલગ્રીમ સ્પેશ્યલ ટુરીસ્ટ ટ્રેન અને બે ભારત દર્શન ટ્રેનો દોડશે; ટે્રન મુસાફરીમાં ભોજન, બસ વ્યવસ્થા, ધર્મશાલા આવાસ વગેરે સુવિધા ઉપલબ્ધ થશે
ભારત સરકારની લોકલ ફોર વોકલ અને રેલવે મંત્રાલયના સહયોગથી ફરી એકવાર મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે કેટરીંગ અને ટુરિઝમ કોર્પોરેશન રિજીનલ ઓફીસ અમદાવાદ દ્વારા નવા વર્ષ માટે ખાસ ચાર વિશેષ ટુરીસ્ટ ટ્રેનો ચલાવવાની પહેલ કરવામાં આવી છે. આઈઆરસીટીસી પશ્ર્ચિમ ઝોનનાં ગ્રુપ જનરલ મેનેજર રાહુલ હિમાલયન એ વિડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે આઈઆરસીટીસી ફેબ્રુ.૨૦૨૧માં બે પિલગ્રીમ સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન અને માર્ચ ૨૦૨૧માં બે ભારત દર્શન ટ્રેનો ચલાવે છે. આ તમામ ટ્રેનો રાજકોટથી શરૂ થશે અને રાજકોટ પરત આવશે. આ યાત્રા બહુજ કિફાયતી ટિકીટમાં ઉપલબ્ધ છે. જેમાં ટ્રેન મુસાફરી, ભોજન નાસ્તો બપોરના ભોજન અને રાત્રી ભોજન માર્ગ પરિહન માટેની બસની વ્યવસ્થા ધર્મશાલા આવાસ અને ટુર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા સફાઈ કામદારોની સુરક્ષા અને અનાઉન્સમેન્ટની સુવિધા ઉપલબ્ધ થશે. ઠઠઠ. શભિભિંજ્ઞિંીશિતળ. ભજ્ઞળ પર તેની માહિતી અને ટિકિટ ઓનલાઈન બુકીંગ સુવિધા ઉપલબ્ધ છે. અને મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફીસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકશે. તેઓએ વધુમાં કહ્યું હતુ કે ઉપરોકત બધી ટ્રેનોમાં કોવિડરોગચાળાને ધ્યાનમાં રાખીને, મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોની સલામતી માટે થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ હોય તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
મુસાફરોના બજેટને ધ્યાનમાં રાખીને રાહત દરે આઈઆરસીટીસી ફેબ્રુઆરી ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૧માં ચાર ટ્રેન પ્રવાસની માહિતી આ મુજબ છે.
દક્ષિણ દર્શન પિલગ્રીમ વિશેષ ટ્રેન તા.૧૪/૨થી ૨૫/૨ સુધી નાસિક, ઔરંગાબાદ, પરલી, કૂર્નુલ ટાઉન, રામેશ્ર્વરમ, મદુરાઈ અને ક્ધયા કુમારી વગેરે સ્થળોનાં દર્શન કરાવાશે. નમામી ગંગે પિલગ્રીમ વિશેષ ટ્રેન તા. ૨૭/૨ થી તા.૮/૩ સુધી વારાણસી, ગયા, કોલકતા, ગંગાસાગર અને પુરીના દર્શન કરાવશે.કુંભ હરિદ્વાર ભારત દર્શન ટ્રેન તા. ૬/૩ થી ૧૪/૩ સુધી મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણવોદેવી વગેરે સ્થળોએ તેમજ દક્ષિણ ભારત દર્શન ટ્રેન તા. ૨૦/૩ થી ૩૧/૩ સુધી રામેશ્ર્વર, મદુરાઈ, ક્ધયાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરૂવાયુર, તિરૂપતિ, મૈસુર વગેરે સ્થળોના દર્શન કરાવશે. કોવિડ ૧૯ સમસ્યાને ધ્યાનમાં રાખીને બધા કોવિડ સલામતીનાં પગલા અપનાવવામાં આવશે. મુસાફરોને સુખદ ધાર્મિક યાત્રા કરાવામાં આવશે.