જમ્મુ અને કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે અધિકારીઓ અને બે જવાનો સહિત ચાર સેનાના જવાન શહીદ થયા છે. સેનાએ કહ્યું છે કે આ વિસ્તારમાં આતંકવાદીઓના એક જૂથની હિલચાલ અંગે ઈનપુટ મળ્યા બાદ આ વિસ્તારમાં વિશેષ દળો સહિતની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
બે આતંકીઓની હિલચાલના ઇનપુટ મળ્યા બાદ અથડામણમાં એક મેજર અને સૈનિક પણ ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં સેનાના ચાર જવાન શહીદ થયા હતા. જેમાં બે કેપ્ટન સ્તરના અધિકારીઓ અને બે સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ સ્થળ પર બે આતંકવાદીઓને ઘેરી લીધા છે અને ભીષણ અથડામણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આતંકીઓને મારવા માટે વધુ સૈનિકો મોકલવામાં આવ્યા છે. આ વર્ષે મે મહિનામાં પણ રાજૌરીના કાંડી વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. આ વર્ષે આ બીજી વખત છે જ્યારે આટલી મોટી સંખ્યામાં સેનાના જવાનો શહીદ થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ સ્થળ પર બે આતંકવાદીઓને ઘેરી લીધા છે અને ભીષણ અથડામણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન બે કેપ્ટન, એક હવાલદાર અને એક જવાન શહીદ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે એક મેજર અને અન્ય સૈનિક ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોને ઉધમપુરની સૈન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે, ધરમસાલના બજીમલ વિસ્તારમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી. આર્મીની વ્હાઇટ નાઈટ કોર્પ્સ એક્સ પરની એક પોસ્ટમાં કહ્યું કે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે રવિવારે રાજૌરીના ગુલાબગઢ જંગલના કાલાકોટ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
વ્હાઈટ નાઈટ કોર્પ્સ’ વતી એવું કહેવામાં આવ્યું છે કે 22 નવેમ્બરે એન્કાઉન્ટર થયું હતું અને ભીષણ ગોળીબાર થયો હતો. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં સક્રિય આતંકવાદીઓને શોધવા માટે રવિવારથી કોર્ડન અને સર્ચ ઓપરેશન ચાલુ છે. એક ગામવાસીએ કહ્યું કે અભિયાનને કારણે અમને ઘરમાં રહેવા અને બહાર ન જવા માટે કહેવામાં આવ્યું હતું. અમારા બાળકો ઘરે જ રહ્યા અને શાળાએ ન ગયા. તેમણે કહ્યું કે ગામની નજીકના જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બજીમલમાં એન્કાઉન્ટર સાઇટ પર ઘેરાયેલા બે આતંકવાદીઓ વિદેશી નાગરિકો હોવાનું જણાય છે અને રવિવારથી આ વિસ્તારમાં ફરતા હતા. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ એક પૂજા સ્થળ પર પણ આશ્રય લીધો હતો.