એલ.સી.બી.એ ચોરીનો ભેદ ઉકેલી રૂ. ૬૧ હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે
મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ રવાપર રેસીડેન્સી નજીક દુકાનામ તસ્કરો ત્રાટકીયા હતા અને દુકાનમાંથી ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદના આધારે મોરબી એલસીબી ટીમે તપાસ હાથ ધરવામાં આવતા ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ રવાપર રેસીડેન્સી નજીક આવેલ પટેલ મોબાઈલ, ક્રિષ્ના પાન અને કરીયાણાની દુકાનમાંથી રોકડ અને મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ ચોરી થયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી જે મામલે મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના સજંયભાઈ પટેલ, રજનીકાંતભાઈ કૈલા, અશોકસિંહ ચુડાસમાને બાતમી મામેલ કે રવાપર રેસીડેન્સી નજીક ત્રણ દુકાનમાં ચોરી કરેલ ત્રણ ઇસમો અનિલ ઇન્દરસિંગ ગુલાબસિંગ દેસાઈ, સુનીલ ઇન્દરસિંગ ગુલાબસીંગ દેસાઈ, નીરુ મહેશસિંગ કૂતરસિંગ બામણીયા અને ભ્યાનસિંગ મથુરભાઈ ગણાવા શંકાસ્પદ જણાતા તેની પુછપરછ કરવામાં આવતા ચોરીની કબુલાત આપી હતી અને તેની પાસેથી મોબાઈલ નંગ-૫ કીમત રૂ.૫૦૦૦, સેમસંગ કંપનીના ડેમો મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૧૦,૦૦૦, કીબોર્ડ સાથેનું ડેલ કંપનીનું લેપટોપ નંગ-૧ કીમત રૂ.૩૦,૦૦૦ અને એલઈડી ટીવી કીમત રૂ.૧૦,૦૦૦ તથા રોકડ રકમ ૬૦૧૫ એમ કુલ મુદામાલ કીમત રૂ.૬૧,૦૧૫ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.