વિદેશ મોકલવા ઇચ્છતા પેેરેન્ટસ બાળક સાથે સતત જોડાયેલું રહેવું ખુબ જરૂરી છે: જીનલબેન મહેતા

‘અબતક’ નો લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’ ફોરસાઇટ કલાસીસના જીનલબેન મહેતા વિદેશ અભ્યાસ કરવા ઇચ્છુક વિઘાર્થીએ શું તૈયારી કરવી અને કેવા કોચીંગ અનિવાર્ય તે વિશેની વિશેષ માહીતી પ્રસ્તુત કરતો કાર્યક્રમ તાજેતરમાં ‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

આ માહીતી સભર આ કાર્યક્રમની બહોળો પ્રતિસાદ મળ્યો છે જેનો સંક્ષિપ્ત અહેવાલ અહી રજુ કર્યા છેે.

પ્રશ્ન: ફોરસાઇટ એજ ફોરસાઇસ કયા કોર્ષ માટે કોચીંગ આપછ છે.

જવાબ:  ફોરસાઇસ એ વિદેશ જતા વિઘાર્થીને ‘આઇલેટસ’ નામની પરીક્ષા પાસ કરવાની તૈયારી કરાવીયે છે. તે માટે પી.ટી.એ. ની પરીક્ષા તૈયારી તેમજ ઇગ્લીશમાં અત્યારે બહુ પાછા પડતા હોય છે તો તેની લગતી બધી રીતે વિઘાર્થીને તૈયાર કરવામાં આવે છે.

પ્રશ્ન: સૌરાષ્ટ્રના લોકો ઇગ્લીશમાં પાછા પડતા હોય છે તેવા વિઘાર્થીને ઇગ્લીશ શીખવા માટે તેમને કેવી તકલીફ પડે છે.

જવાબ: એક જ કોર્ષ માં જુદી જુદી રીતે સમજવી અને મારી પાસે 80 ટકા વિઘાર્થી આ સંસ્થાથી બહાર જાય છે.

પ્રશ્ન: ખરેખર અંગ્રેજી અધરો વિષય છે ખરો?

જવાબ: અંગ્રેજી અધુરુ છે પરંતુ શીખીના શકય તેવું પણ નથી અહીં આપણે એવુ: વાતાવરણ નથી મળતું તેને લીધે લોકોને અંગ્રેજી વિષય અધરો લાગે છે.

પ્રશ્ન: વિદેશ જવા માટે આવેલા વિઘાર્થી કયા કયા કોર્ષ સામાન્ય રીતે કરતા હોય છે?

જવાબ: રાજકોટ પૂરતા જ નહી તેના આજુબાજુના વિસ્તારના લોકો પણ આવતા હોય છે તે ‘આઇલેટસ’ પરીક્ષા માટે આવતા હોય છે તે પરીક્ષા એમ લોકો સખત મહેનત કરી ને તેને કોર્ષ પાસ કરવામાં મદદરુપ થતાં હોય છે.

પ્રશ્ન: વિદેશમાં અભ્યાસ કરવા જવા શા માટે જરૂરી છે?

જવાબ: અત્યારે અહીં આપણે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીને નોકરી માટેના તક બહુ જ જૂઝ જોવા મળે છે. જોબ મળે તેમાં પગાર ધોરણપણ બહુ જ ઓછો જોવા મળે એક રીતે કઇ તો શોષણ થાય છે. વિદેશમાં લર્નિંગ વીથ અર્નિંગ તેવો ભણાવવાની સાથે નોકરી પણ કરતા હોય છે ત્યાં વધારે મળે છે.

પ્રશ્ન: વિદેશી અભ્યાસ ખર્ચાળ છે ખરો?

જવાબ: હા, વિદેશી અભ્યાસ લાખોમાં છે પરંતુ જે વિદ્યાર્થી અભ્યાસમાં ધ્યાન દઇને જો આગળ નીકળે તો એક વર્ષમાં તમામ ખર્ચ વળતર મેળવી લે છે.

પ્રશ્ન: ક્યા કોર્ષ માટે વિદ્યાર્થીઓ વિદેશ જવા માટે આવે છે?

જવાબ: કોર્મસ, સાયન્સના તેમજ ટૂંકા કોર્ષ માટે વિદ્યાર્થી આવતા હોય છે.

પ્રશ્ન: ભારત અને વિદેશના શિક્ષણ વચ્ચે ખાસ કોઇ તફાવત ખરો?

જવાબ: ભારત અને વિદેશમાં શિક્ષણ વચ્ચે બહુ ફેર નથી પરંતુ નોકરી અને કામ માટે તક વધુ મળે છે.

પ્રશ્ન: વિદેશ જતા વિદ્યાર્થી શું-શું ધ્યાન રાખવું જોઇએ?

જવાબ: વિદેશ જતા વિદ્યાર્થી સારા કોચિંગ રાખી અને પહેલી વખતમાં આઇલેટ્સ નામની પરીક્ષા પાસ કરવી જોશે.

પ્રશ્ન: વિદેશ જતા વિદ્યાર્થી તે પરીક્ષા પાસ કરવા માટે પૂર્વ તૈયારીમાં શું-શું ધ્યાન રાખવું જોઇએ?

જવાબ: વિદેશ જતા વિદ્યાર્થી બેઝીક ઇંગ્લીશ ગ્રામર પર વધુમાં વધુ ધ્યાન આપવું જોઇએ.

પ્રશ્ન: 1 થી 12 ધોરણના કોર્ષમાં ફેરફાર કરવાની જરૂર છે ખરી ?

જવાબ: પહેલાથી અંગ્રેજી ગ્રામર પર વધારે ધ્યાન આપવું જોઇએ

પ્રશ્ન: આ કોર્ષ કેટલા સમયનો હોય છે?

જવાબ: આ કોર્ષ 2 મહિનાનો જ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.