સોની યુવકને છોડવવા વચ્ચે પડેલા અન્ય ત્રણ પર ધોકા-પાઇપથી હુમલો
પૂર્વ કચ્છના અંજાર ઓકટ્રોય ચોકી પાસે બે યુવાન વચ્ચે ચાલતા ઝઘડામાં વચ્ચે પડી છોડાવવા ગયેલા ત્રણ યુવાન પર ધોકા-પાઇપથી હુમલો કર્યાની અને એક શખ્સે પિસ્તોલમાંથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.ઘવાયેવલા ચારેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજારના રામકૃષ્ણ મહાવીરનગરમાં રહેતા ચેતનભાઇ મોહનભાઇ પાટડીયાએ અંજારના સુનિલ મહેશ્વરી, ભરત મહેશ્વરી, ભાવેશ મહેશ્વરી, કમલેસ મહેશ્વરી, સંજય મહેશ્વરી અને એક અજાણ્યા શખ્સ સામે ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ધોકા-પાઇપથી હુમલો કરી હત્યાની કોશિષ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
સુનિલ મહેશ્વરી નામનો શખ્સ નિરવ સોનીને માર મારતો હોવાથી તેને છોડવવા ચેતન પાટડીયા, હિરેન ખાંડેકા, રામજીભાઇ મારાજ છોડવવા વચ્ચે પડતા તેઓ પર ધાકા અને પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં સુનિલ મહેશ્વરીએ પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. અંજાર પી.એસ.આઇ. બી.જી.ડાંગર સહિતના સ્ટાફે છ શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.