માર્ગમાં કુલ ૧૨૦૦૦ મીટર જેટલું એલિવેશન અને પ્રતિકુળ વાતાવરણમાં સતત ૯૦ કલાક સાઇકલીંગ કરશે
રાજકોટ સાઈકલ કલબના ચાર રાઈડરો ડો. ખુશ્બુ ડોડીયા, મનીષ કુમાર ચાવડા, રાહુલ ડાંગર, નિલેશ ગોટી પેરિસ બ્રિસ્ટ પેરિસ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયકલિંગ ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે.
પીબીપીએ પેરિસની “ઓડેક્સ ક્લબ પેરિસિયન” દ્વારા આયોજાતી ૧૨૧૯ કિલોમીટર્સ ની સાયકલિંગ ઇવેન્ટ છે. કે જે પેરિસથી શરુ કરીને ૧૭૮ જેટલા ગામોમાંથી પસાર થઈને બ્રિસ્ટ સુધી અને ત્યાંથી ફરીથી એજ રસ્તે પરત પેરિસ સુધીની સાયકલિંગ ઇવેન્ટ છે. જે નિર્ધારિત ૯૦ કલાકમાં પૂર્ણ કરવાની હોય છે. આ માટે રાઈડરે કોઈપણ બાહ્ય મદદ લેવાની હોતી નથી. પીબીપીની શરૂઆત ૧૮૯૧ના વર્ષમાં થયેલ કે જેમાં ત્યારે ભાગ લીધેલ ૨૦૭ માંથી ૯૯ રાઇડરોએ આ રાઈડ પૂર્ણ કરેલ. શરૂઆતમાં દર દસ વર્ષે થતી આ ઇવેન્ટ છેલ્લા અમુક વર્ષોથી દર ચાર વર્ષે યોજવામાં આવે છે, જેમાં ભાગ લેવા દુનિયાના દરેક ખૂણેથી રાઇડરો ઉમટી પડે છે. હાલ ૨૦૧૯ ના વર્ષમાં ઓગસ્ટ ૧૮ થી ૨૨ વચ્ચે આ રાઈડ યોજાશે કે જેમાં દુનિયાભરના અંદાજિત ૭૦૦૦ જેટલા સાયકલિસ્ટો પૂરા જોશભેર ભાગ લેશે. રાજકોટ માટે એ ગર્વની વાત છે કે રાજકોટ સાઇકલ ક્લબના ૪ રાઈડરો આ ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ પડકારને પહોંચી વળવા રાજકોટ સાઇકલ કલબ ના આ ચાર રાઇડરો છેલ્લા ચારેક મહિનાઓથી યોજનાબદ્ધ પ્રેક્ટિસ કરી રહ્યા છે. સામે ઘણી અનિશ્ચિતતાઓ અને પડકારો છે. પહેલો પડકાર તાે ૧૨૧૯ કિલોમીટર્સનો જ છે. બીજું કે આ માર્ગમાં કુલ એલિવેશન ૧૨૦૦૦ મીટર જેટલું છે. ત્રીજું ત્યાંના પ્રતિકૂળ વાતાવરણ સાથે સમયોજન સાધીને સતત ૯૦ કલાક સુધી સાયકલિંગ કરવાનું છે.
રાજકોટ સાઈકલ કલબ આ ચારે રાઈડરોને શૂભકામનાઓ પાઠવે છે.બ રાજકોટ સાઇકલ કલબ એ દરેક સાયકલીસ્ટ ને પૂરો સપોર્ટ કરતું ગ્રુપ છે લોકો સાયકલિંગમાં વધુને વધુ જોડાય એ હેતુ થી આ કલબ છેલ્લા ચાર વર્ષો થી દરેક સાઈકલીસ્ટસ ને જોડતું આવ્યું છે. જેઓ દરરોજ સવારે ૨૫ થી ૫૦ કિમિ જેટલી રાઈડનું આયોજન કરે છે. આ ગ્રુપની નવી મેમ્બરશીપ આગામી ૧૫મી ઓગસ્ટ ૨૦૧૯ થી શરૂ થશે. રસ ધરાવતા પ્રકૃતિપ્રેમી શહેરીજનોએ અમીનમાર્ગ પર આવેલ સિટીસીવીક બિલ્ડીંગ ખાતે આવેલી રોટરી મિડટાઉન લાયબ્રેરીનો સંપર્ક કરવો.