ધંધામાં ખોટ જતા વધુ પડતું વ્યાજ ચુકવી ન શકતા વ્યાજના ધંધાર્થીઓએ મકાન લખાવી લીધું અને સોનું બળજબરીથી પડાવી લેતા ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતુ

શહેરના મોટા મવા પાસે ભાડાની દુકાનમાં કોલસાના વેપારીએ ગળાફાંસો ખાઇ કરેલા આપઘાત અંગે વ્યાજના ધંધાર્થીઓ દ્વારા આપવામાં આવેલી ધમકી કારણભૂત હોવાનું સ્યુસાઇડ નોટના આધારે બહાર આવતા પોલીસે ચારેય વ્યાજના ધંધાર્થીઓ સામે આત્મહત્યાની ફરજ પડાવા અંગેનો ગુનો નોધી તાલુકા પોલીસે ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ધ્રોલ તાલુકાના દેડકદડ ગામના વતની અને રાજકોટમાં મોટા મવા પાછળ ઉત્સવી ડ્રેસીસ નામની દુકાનની બાજુમાં દુકાન ભાડે રાખી કોલસાનો ધંધોે કરતા રવાભાઇ ખોડાભાઇ ઝાપડા નામના ભરવાડ યુવાને પોતાની ભાડાની દુકાનમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મૃતકના ખિસ્સામાંથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં હનુભા રાઠોડ, જય પટેલ, ભરત  અને મના નામના શખ્સો પાસેથી વ્યાજે નાણા લઇ ધંધો કર્યો હતો પરંતુ ધંધામાં ખોટ જતા વ્યાજના ધંધાર્થી દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી ધાક ધમકી દેવામાં આવતા આપઘાત કર્યાનું જણાવ્યું હતું. મૃતકના પરિવાર વ્યાજખોરો સામે ગુનો નોંધી ધરપકડ ન કરે ત્યાં સુધી મૃતદેહ સંભાળવાનો ઇન્કાર કર્યો હતો.

તાલુકા પોલીસે મૃતક રવાભાઇ ઝાપડાના ભાઇ વાસાભાઇ ખોડાભાઇ ઝાપડાની ફરિયાદ પરથી લોધિકાના નગરપીપળીયાના હનુભા ઉર્ફે સુરુભા હેમુભા રાઠોડ, અંબિકા ટાઉન સીપમાં શાલીભદ્ર એપાર્ટમેન્ટમાં રહેતા જયકુમાર અવચરભાઇ કુસુન્દ્રા, રામધણ આશ્રમ પાસે ઓમનગરના ભરત પ્રેમજી સખીયા અને લોધિકાના કાંગસીયાળી ગામના અજય ઉર્ફે મના બાબુ પટેલની તાલુકા પોલીસ મથકના પી.આઇ. એમ.આર. ગોંડલીયા, પીએસ આઇએચ. જી.ગોહિલ સહિતના સ્ટાફે ધરપકડરીે.

હનુભા રાઠોડ પાસેથી રુા.50 હજાર વ્યાજે લીધા હતા તેને વ્યાજ વસુલ કરવા માટે મકાન લકાવી લીધું હતું જ્યારે જય પટેલ પાસેથી એક લાખ વ્યાજે લીધા હતા તેના બદલામાં રુા. 13.50 લાખ વ્યાજ ચુકવ્યું હતું તેમ છતા તેને 13 તોલા સોનું પડાવી લીધું હતુ.ં ભરત પાસેથી રુા.30 હજાર લીધા હતા તેના વ્યાજ સહિત રુ.ા11.50 લાખ ચુકવ્યા હતા. અને મના પાસેથી રુા.55 હજાર વ્યાજે લીધા હતા તેને અત્યાર સુધીમાં રુા. 14.50 લાખ ચુકવી દીધા હતા તેમજ છતાં ચારેય શખ્સો વ્યાજની પઠાણી ઉઙઘરાણી કરતા ગલાફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.