અધૂરી સિન્ડિકેટ આજે પૂર્ણ થશે: ૪ કોલેજે ઉખકઝ,૧-૧ કોલેજે ખઇઇજ-બેચલર ઓફ ડિઝાઇનનો કોર્ષ શરૂ કરવા ભલામણ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળનારી સિન્ડિકેટમાં ૧૩ કોલેજે બીએસ.સી.નો નવો અભ્યાસક્રમ શરૂ કરવા ભલામણ કરી છે. ૪ કોલેજે ઉખકઝ અને ૧-૧ કોલેજે ખઇઇજ-બેચલર ઓફ ડિઝાઇનનો કોર્ષ શરૂ કરવા ભલામણ થઈ છે. પેપર રીઅસેસમેન્ટમાં માર્કસ – વર્ગ સુધારો થાય તો ફી રીફંડ અને ઓબ્ઝર્વરે જ પરીક્ષા કેન્દ્ર પર ઉતરવહી લઈને જવાનું તેવો નિર્ણય લેવાશે.
જીવન જ્યોત મહિલા બી.એ.બી.એડ. કોલેજમાં બી.એસસી.નું નવું જોડાણ, જામજોધપુરના સતાપરની એસ.આર.હેરમા બી.એડ. કોલેજમાં બી.એસસી. નો નવો અભ્યાસક્રમ, રાજકોટની હરિવંદના કોલેજ તરફથી બી.એસસી.નું નવું જોડાણ, રાજકોટની સર્વોદય કોલેજ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન કોલેજમાં બીએસ.સી.- આઈ.ટી.નો નવો અભ્યાસક્રમ, કામદાર સાયન્સ કોલેજ સંલગ્ન કોલેજમાં બીએસ.સી. નો નવો અભ્યાસક્રમ, અર્જુનલાલ કોલેજમાં નવો બીએસ.સી.નો અભ્યાસક્રમ, ઢોલરાની જય સોમનાથ ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સીંગ એજ્યુકેશન સંલગ્ન કોલેજમાં પોસ્ટ બેઝિક બીએસ.સી. નર્સીંગનો નવો અભ્યાસક્રમ, નાઘેડીના સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજમાં બી.એસસી.ના અભ્યાસક્રમનું નવું જોડાણ, ટંકારાની દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ દ્વારા બી.એસસી.નો અભ્યાસક્રમ, મોરબીની ઓમ વી.વી.આઈ.એમ. કોલેજમાં બી.એસસી.નું નવું જોડાણ, મોરબીની જે.એ.પટેલ મહિલા કોલેજમાં બી.એસસી.નું નવું જોડાણ, કાલાવડની ગુરુવંદના લો કોલેજ દ્વારા બી.એસસી. નો અભ્યાસક્રમ અને ગોંડલની સહજાનંદ આઈ.ટી. મેનેજમેન્ટ કોલેજમાં નવો બીએસ.સી.નો અભ્યાસક્રમ મંજૂર કરવા ભલામણ આવી છે. ઉપરાંત આટકોટની શિવલાલ વેકરીયામાં વિજ્ઞાન વિદ્યાશાખામાં ડી.એમ.એલ.ટી.નો નવો અભ્યાસક્રમ, અમરેલીની નુતન કોમર્સ કોલેજમાં નવો ડી.એમ.એલ.ટી.નો અભ્યાસક્રમ, અમરેલીની કાબરિયા અને ભગત સાયન્સ મહિલા કોલેજ દ્વારા સાયન્સમાં ડી.એમ.એલ.ટી.નો નવો અભ્યાસક્રમ તથા હડાળાની અર્પિત કોલેજ દ્વારા સાયન્સમાં ડી.એમ.એલ.ટી.નો અભ્યાસક્રમનું નવું જોડાણ માંગ્યું છે. સાથે જ ગ્લોરિયસ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સમાં બી.બી.એ.નો નવો અભ્યાસક્રમ અને હરિભાઇ નરભેરામ બી.એડ. કોલેજમાં બેચલર ઓફ ડિઝાઇનનો નવો અભ્યાસક્રમ અને અમરેલીની શાંતાબેન હરિભાઈ ગજેરા મેડિકલ એમ.બી.બી.એસ. શરૂ કરવા ભલામણ થઈ છે.
આ ઉપરાંત બાંધકામ વિભાગમાં એક સિવિલ એન્જીનિયર, ત્રણ સિવિલ સુપરવાઇઝર અને ત્રણ સેનેટરી ઇન્સ્પેકટરની નિમણૂક, યુનિવર્સિટીમાં પંડિત દિનદયાળ ચેરની સ્થાપના માટેની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત ૧૪મીએ મળેલી સિન્ડિકેટમાં એડહોક કર્મચારીઓના પ્રશ્ને જ અડધી સિન્ડિકેટ પૂર્ણ થઈ જતાં એજન્ડાના અનેક મુદ્દાઓ પેન્ડિંગ રહી ગયા હતા. જેથી સિન્ડિકેટ અધૂરી રાખી દેવામાં આવી. હવે આજે અધૂરી સિન્ડિકેટ પૂર્ણ થશે.