રાજ્યભરના 3000 પોલીસ કર્મચારીઓએ આપેલી પરિક્ષામાંથી 401 ઉર્તીર્ણ થયા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતના પોલીસ વિભાગમાં છેલ્લા પંદર વર્ષથી નોકરી કરતા કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલ, એએઅસાઇ સહિતના કર્મચારીઓ માટે પીએસઆઇ બનવા માટે લેવાયેલી મોડ-2ની પરિક્ષામાં રાજકોટનાં જિલ્લાના 4 કર્મચારીઓએ પરિક્ષા પાસ કરતા તમામને પીએસઆઈ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આશરે 3000 પોલીસ કર્મચારીઓએ પરિક્ષા આપી હતી. જેમાં ગુજરાતભરના 401 પોલીસ કર્મચારીઓ ઉતિર્ણ થતાં તેમાં રાજકોટ શહેર અને જિલ્લાના 21 પોલીસ કર્મચારીઓ પાસ થતા હવે આગામી દિવસોમાં તેમને પીએસઆઇ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવશે
રાજકોટ જિલ્લા પોલીસ વિભાગમાં પીએસઆઈની પરિક્ષા પાસ કરનાર એસઓજીના ઉપેન્દ્રસિંહ એન.જાડેજા,ધોરાજીના વિજયભાઈ ચાવડા,જગતભાઈ તેરૈયા,ગોંડલના હરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. પીએસઆઈની લેખિત પરિક્ષા પાસ કરનાર રાજકોટ શહેર અને જિલ્લાના 4 પીએસઆઇને તરીકે હવે અન્ય સ્થળોએ તેમની નિમણુંકનો ઓર્ડર નિકળશે તેમજ કરાઈ ખાતે તાલીમ પણ લેવાની રહેશે.