નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ દ્વારા જેટની માલિકી ટ્રાન્સફર કરવા તાકીદ કરી !!!

ઉદયન ક્ષેત્રે પણ હાલ ઘણા બદલાવો આવી રહ્યા છે ત્યારે જેટ એરવેઝ ના ચાર પ્લેન જપ્ત કરી લેવામાં આવ્યા છે. જે અંગે ચોકાવનારી વિગત સામે આવી છે તે એ છે કે આ કંપની તેના કર્મચારીઓની ગ્રેજ્યુએટી ચૂકવવામાં ઉણી ઉતરી છે. જે નાણા બાકી છે તે આંકડો પણ 9,60,000 નો છે અને તેના ઉપર ૧૦ ટકા વ્યાજ પણ લાગી ગયું છે. ત્યારે આ રકમ ચૂકવવામાં ન આવતા મુંબઈ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને જેટ એરવેઝના ચાર પ્લેનને જપ્ત કરી લીધા છે એટલું જ નહીં ઇન્ડિયા નેશનલ કંપની લોર્ડ રિબ્યુન લે તાકીદ પણ કરી છે કે જેટ એરવેઝની માલિકી કંસોર્ટી અમને ટ્રાન્સફર કરી દેવામાં આવે.

નેશનલ કંપની દ્વારા જે તાકીદ કરવામાં આવી છે તે બાદ હવે જેટ એરવેઝની માલિકીના હક યુએઈના ઉદ્યોગપતિ મુરાલીલાલ જલાન અને લંડનની કાલરોક કેપિટલને સોંપવામાં આવશે. આ માટે ટ્રિબ્યુનલે માલિકી હક માટેની તારીખ પણ 16 નવેમ્બર 2022 થી નક્કી કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે જેટની સ્થિતિ હવે કેવી રહેશે. જેટના ઘણા પ્રશ્નો છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યા છે ત્યારે આ વાતની ગંભીરતા હાલ કંપની દ્વારા લેવામાં આવી રહી છે પરંતુ કર્મચારીઓને સાચવવામાં ઉણી ઉતરેલી જેટ એરવેઝ માટે હવે કપળા ચડાણ જેવો સમય આવી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.