પોલીસ એકડમીની અસામાન્ય ઘટના કાયદો-વ્યવસ્થા અને આંતરીક સુરક્ષા વિષયમાં જ મોટાભાગનાં નાપાસ
પોલીસ એકડમીના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેવી નિરાશાજનક ઘટનામાં ૨૦૧૬ની કેડટના આઇપીએસ અધિકારીઓ કાયદો અને વ્યવસ્થા તથા આંતરીક સુરક્ષા જેવા મુખ્ય વિષયમાં ૧રર પૈકી ૧૧૯ અધિફકારીઓ નાપાસ થયા છે અને માત્ર બે ટકા આઇપીએસ જ આ પરીક્ષા પાસ કરી શકયા છે.
હૈદરાબાદની સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં હાલમાં ૨૦૧૬ની બેચમાં કુલ ૧૩૬ આઇપીએસ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ૧૪ વિદેશી પોલીસ દળની અભ્યાસ કરી રહ્યા છે આ ૧રર પોપેશનર આઇપીએલ પૈકી ૧૧૯ અધિકારીઓ એકથી વધુ વિષયમાં ફેઇલ થયા છે. નિયમ મુજબ આઇપીએસ ઓફીસરોને તમામ વિષયની પરીક્ષા પાસ કરવાની હોય છે અને પરીક્ષા પાસ કરવા માટે કુલ ત્રણ પ્રયાસોને મંજુરી આપવામાં આવે છે.
આશ્ર્ચર્યની બાબતનો એ છે કે હૈદરાબાદની સરદાર પટેલ રાષ્ટ્રીય પોલીસ એકડમીઓ પરીક્ષા આપનાર ૧૩૬ પૈકી ૧૩૩ અધિકારીઓ ભારતીય દંડ સહીતાની ક્રિમીનલ પ્રોસીજર કોડ અને પીઆરપીસીની પરીક્ષામાં નિષ્ફળ રહ્યા હતા અને વિદેશ પોલીસનો અભ્યાસ કરીરહેલા તમામ ઉમેદવારો નિષ્ફળ રહ્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
એક આઇપીએલ પ્રોપેશનરે જણાવ્યું હતું કે પોલીસ એકડમીના ઇતિહાસમાં આ અસાધારણ પરિણામ છે. અગાઉ આવું કયારેય બન્યું નથી અને સૌથી અગત્યની અને ચિંતાજનક બાબત એ છે કે ૯૦ ટકા આઇપીએસ મુળભુત વિષયની પરીક્ષામાં જ નિષ્ફળ ગયા નોંધનીય છે તાલીમ દરમિયાન મળેલા ગુણોને સીનીયોરીટીમાં ગણના થાય છે અને નિષ્ફળતાની દ્રષ્ટિએ આઇપીએસની સીનીયોરીટીને નુકશાન પહોંચે છે.