પોલીસે મોડી રાત્રીના બનેલા બનાવના સીસીટીવી કુટેજના આધારે તપાસ હાથ ધરી: અગાઉ કામ કરતા યુ.પી.ના શખ્સ ઉપર શંકા
વાંકાનેરમાં આવેલ મુળીના ઓટો રીક્ષાના ચોકીદારને હાથ-પગ બાંધી ચાર શખ્સોએ મોબાઇલ અને રોકડાની લુંટ ચલાવ્યાની ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવ અંગેની વિગત મુજબ વાંકાનેરના ચંકરપુર ગામે રહેતા અને વાંકાનેરમૉં આવેલ મુળીના ઓટો શોરુમમાં ચોકીદાર તરીકે નોકરી કરતા મહમદભાઇ સાજીભાઇ શેરસીયા (ઉ.વ.૭૦) નામના વૃઘ્ધ ગઇકાલે મોડી રાત્રીના શો રુમની બહાર નોકી પર હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સો હિન્દી ભાષી બુકાનીધારી શખ્સો ત્થા આવી વૃઘ્ધને ઢીકાપાટુનો માર મારી હાથ પગ બાંધી દઇ તેના ખિસ્સામાંથી રોકડ રૂ. ૧૦ હજાર અને મોબાઇલ ફોન તથા બાઇકની ચાવી સહીતના મુદામાલની લુંટ કરી નાશી ગયા હતા.
બનાવ બાદ વાંકાનેર સીટી પોલીસ મથકે જાણ કરવામાં આવતા મહીલા પીએસઆઇ પી.સી. મોલીયા અને રાઇટર વિરેન્દ્રસિંહ સહીતના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમીક તપાસ હાથ ધરી હતી.
પોલીસે શોરુમના સીસી ટીવી ચેક કરતા અગાઉ કામ કરતો યુ.પી.નો શખ્સ લુંટને અંજામ આપવામાં સામેલ હોવાની હકિકત મળતા પોલીસે સીસી ટીવી કુટેજના આધારે તપાસ આદરી છે.