- પ્રતિબંધીત ઇસ્લામિક સંસ્થા સીમી સાથે જોડાયેલા વડોદરાના ડો.સાદાબ પાનવાલા, ફતેગંજની યુવતી, ગોધરાના યુવક અને અમદાવાદની કંપનીના ડાયરેકટરની ભેદી પ્રવૃતિ
- ઉત્તર પ્રદેશના ધર્માતરણ પ્રવૃતિમાં પણ ડો.સાદાબની સંડોવણી બહાર આવી હતી
ગુજરાતમાં આગામી તા.18મીએ વડોદરા ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમ અને તા.1 જુલાઇએ અમદાવાદ ખાતે ભગવાન જગન્નનાથની રથયાત્રા પૂર્વે વડોદરાના વિવાદા સ્પદ તબીબ સાદાબ પાનલાવા સહિત ચારની એટીએસે અટકાયત કરી ચારેય દ્વારા દેશમાં માટો પાયે ભાંગફોડનો પ્લાન બનાવી રહ્યાની શંકા સાથે ચારેયના મોબાઇલ, કોમ્પ્યુટર અને લેપટોપ કબ્જે કરી સઘન પૂછપરછ કરવામાં આવી છે.
ભાજપના પ્રવકતા નૃપર શર્માના સ્ટેટમેન્ટના પગલે સમગ્ર વિશ્ર્વમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હોવાથી આઇબી અને એટીએસ સહિતની સુરક્ષા એજન્સી સતર્ક થઇ છે. દરમિયાન ઉત્તર પ્રદેશમાં ધર્માતર મામલે વડોદરાના ફતેગંજના સલાઉદીન નામના શખ્સને ઉત્તર પ્રદેશની એટીએસની ટીમ ઉઠાવી ગયા બાદ કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવી હતી.
સલાઉદીન સાથે જોડાયેલા વડોદરાના ડો.સાદાબ પાનવાલા, ફતેગંજની યુવતી, ગોધરાના એક શખ્સ તેમજ અમદાવાદની એક કંપનીના ડાયરેકટર સાથે તાર જોડાયા હોવાનું સામે આવ્યું હતું.
ઉત્તર પ્રદેશ એટીએસની તપાસ દરમિયાન મળેલા ઇન્પટુના આધારે ગુજરાત એટીએસની ટીમ એલર્ટ બની વડોદરાના સાદાબ પાનવાલાની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે. તેમજ તેના મોબાઇલ, કમ્પ્યુટર અને લેપટોપની તપાસ દરમિયાન કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવતા પોલીસે તેની સાથે જોડાયેલી ફતેગંજની યુવતી, અમદાવાદની એક કંપનીના ડાયરેકટર તેમજ ગોધરાના યુવકની અટકાયત કરવામાં આવી છે. સાદાબ પાનલાવા 2008માં અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવણી હોવાનું તેમજ તે પ્રતિબંધીત ઇસ્લામીક સંસ્થા નસીમીથ સાથે જોડાયો હોવાનું બહાર આવ્યું છે. ડો.સાદાબ પાનવાલા મુસ્લિમ ડોકટર એસોસિએશન સાથે સંકડાયો હોવાનું તેમજ મુસ્લિમ મેડીકલ સેન્ટરનો મેનેજર હોવાનું પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
વડા પ્રધાન મોદીના કાર્યક્રમ પૂર્વે શંકાસ્પદ શખ્સોની અટકાયત
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આગામી તા.18મી જુને વડોદરા ખાતે ગુજરાત ગૌરવ કાર્યક્રમ અંતગર્ત 21000 કરોડના વિવિધ વિભાગના પ્રોજેકટનું લોકાપર્ણ અને ખાત મૂર્હત માટે આવી રહ્યા છે ત્યારે વડોદરાના વિવાદાસ્પદ ડો.સાદાબ પાનવાલાની એટીએસની ટીમ દ્વારા અટકાયત કરી સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. વડોદરામાં વડા પ્રધાનનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતુ તે રદ કરવામાં આવ્યું છે.
ડો.સાદાબ અમદાવાદ બ્લાસ્ટના આરોપીના સંપર્કમાં
અમદાવાદમા 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપી ઇમરાન શેખ અને મહંમદઉસ્માન અગરબત્તીવાલાની પોલીસે ધરપકડ કરી ત્યારે તેની સાથે વડોદરાના ડો.સાદાબ પાનવાલાની સંડોવણી બહાર આવી હતી. અને ઉત્તર પ્રદેશના ધર્માંતરણના મામલે પણ ડો.સાદાબ પાનવાલાનું સંડોવણી બહાર આવતા એટીએસની ટીમે તેના કમ્પ્યુટર, લેપટોપ અને મોબાઇલ કબ્જે કરી સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
જગન્નનાથ રથયાત્રા પૂર્વે ભેદી પ્રવૃતિ સાથે જોડાયેલા શખ્સો ઝડપાયા
અમદાવાદમાં ભારતમાં બીજા નંબરની મોટી રથયાત્રા આગામી તા.1 જુલાઇના રોજ નીકળશે તે દરમિયાન કેટલાક ભાંગફોડ પ્રવૃતિ સાથે સંડોવાયેલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવશે તેવી શંકા સાથે એટીએસની ટીમે વડોદરાના વિવાદા સ્પદ તબીબ સાદાબ પાનવાલાની અટકાયત કરી તેની સાથે સંડોવાયલી યુવતી સહિતના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. ચારેયની પૂછપરછ દરમિયાન કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.