માસીયાઈ ભાઈ-બહેનના બાઈકને આંતરી ભાઈને ઢીબી નાખી યુવતિનું અપહરણ ર્ક્યું’તું: એલસીબીએ ગણતરીના કલાકોમાં જ અપહરણનો ભેદ ઉકેલી યુવતીને પરિવારને સોંપી હતી
ધ્રોલના સોયલ ટોલનાકા પાસે બાઈક આડે ઈકો ગાડી નાખી ફિલ્મી ઢબે યુવતીનું અપહરણ યુવતીના માસીયાર ભાઈને મારમારી નાસી જનાર શખ્સોને એલસીબીએ બાળ આરોપી સહિત ચાર શખ્સોને ધ્રાગડા પાટીયા પાસેથી ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા છે.ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતા નિલેશભાઈ મગનભાઈ બસીયા અને તેમના માસીની દિકરી બન્નૈ મોટર સાયકલ લઇ ધ્રોલ તરફ આવતા હતા.
દરમિયાન સોયલ ટોલ નાકા થી આગડ ગ્રેઈ કલર નો ઈકો ગાડી પાછળ થી આવી ફિલ્મી ઢબે અપહરણ કરી મોટર સાયકલ ચાલક માસીયાઈ ભાઈ નિલેશભાઈ રોડપર પડી જતા તેમને મારમારતા ઈજા થઈ પહોચાડી મોટર સાઇકલ પાછળ બેઠેલી માસીયાર બેન બળજબરી પૂવર્ક ચાર વ્યકિત જેમા કિરીટભાઈ દાનાભાઈ ગળચર રે. મોરબી અને ત્રણ અજાણ્યા શખ્સો એ યુવતીનુ અપહરણ કરી નાશી ગયની ધ્રોલ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. એલસીબીના પીએસઆઈ કે.કે.ગોહિલ અને બી.એમ.દેવમુરારી સહિતના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સના આધારે અપહરણ કરીને નાસી ગયેલા શખ્સની કારની ઓળખ થયાની ભગીરથસિંહ સરવૈયાને મળેલી બાતમીના આધારે પોલીસે કારને ધ્રાંગડા પાટીયા પાસે અટકાવી વાવડીના કિરીટ દાના ગલચર, મોરબીના નવા જાંબુડીયાનો પ્રાણજીવન નરભેરામ વલસોડા, મોરબીના હરિપર કેરાળાનો નિલમ વાલા ટોટા અને કાયદાના સંઘર્ષમાં રહેલ બાળ આરોપીની અટકાયત કરી અને યુવતિને મુક્ત કરાવી હતી. ધ્રોલ પોલીસ મથકના સ્ટાફે ચારેયની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.