મહાપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.11 ના મતદાન મથકમાં બધડાટી બોલાવી’તી

તાજેતર મહાપાલિકાની ચુંટણીનું ગત તા. ર1ને રવિવારના રોજ યોજાયેલા મતદાન વેળાએ વોર્ડ નં.11 ના વામ્બે આવાસ યોજના ડો. ભીમરાવ આંબેડકટ સ્કુલમાં મતદાન અટકાવી અને તોડફોડના બનાવમાં તાલુકા પોલીસે વિડીયો ગ્રાફના કુટેજના આધારે ચાર શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ એફએસએલ કચેરીમાં સાયન્ટીફીક ઓફિસર તરીકે ફરજ બજાવતા ચૈતન્યભાઇ જસવંતભાઇ કરથીયાએ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મહાપાલિકાની ચૂંટણીમાં મતદાના દિવસે તેમને વોર્ડ નંબર 11 માં ડો. ભીમરાવ આંબેડકર શાળા નંબર 95, બુથ નં.2 માં પ્રીસાઇડીંગ ઓફિસર તરીકે ફરજ સોંપવામાં આવી હતી. તેમની સાથે પોલીંગ ઓફિસર તરીકે વિપુલ ગોબરભાઇ વેકરીયા, રાજેન્દ્રભાઇ નાથાભાઇ મારુ અને મહિલા પ્રીસાઇડીંગ ઓફિસર તરીકે માધુરીકાબેન કૌશીકભાઇ ભટ્ટ અને પટાવાળા તરીકે સિંચાઇ વિભાગના રામભાઇ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના પોલીંગ એજન્ટ હાજર હતા. સુરક્ષા વ્યવસ્તા માટે સશસ્ત્ર પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો ખડેપગે હતા. બપોરના 3:30 સુધી મતદાન પ્રક્રિયા શાંત વાતાવરણમાં ચાલી રહી હતી. આ સમયગાળામાં મોડે રૂમાલ,કપડાની બુકાની, માસ્ક પહેરીને બુથ નંબર-2 માં ઘુસી આવેલા 10 થી વધુ અજાણ્યા શખ્સઓએ અહિં બોગસ વોટીંગ ચાલે છે, બધું તોડી નાખો તેવા બરાડા પાડીને બેફામ ગાળાગાળી કરી હતી. તેમજ તેને રોકવાનો પ્રયત્ન કરતા ઝપાઝપી કરીને મતકુટીરમાં ઇવીએમ મશીનના બેલેટ યુનિયના વાયરો ખેંચી તોડફોડ કરી નીચે પછાડી દીધા હતા. અને ઇવીએમનું કંટ્રોલ યુનિટ પણ પછાડીને નુકશાન કર્યું હતું. ઉપરોક્ત શખસોએ ભય ફેલાવી દેતા મતદાન પ્રક્રિયા અટકી ગઇ હતી, આ મામલે ઝોનલ ઓફિસર સી.બી.માલાણીને જાણ કરી હતી. તેમજ મતદાન મથકમાં ફાળવાયેલા વિડીયો ગ્રાફર વિશાલ બાવળીયાએ સમગ્ર ઘટનાનું શુટીંગ પણ કર્યું હતું.

નોંધાયેલી ફરીયાદ પરથી તાલુકા પોલીસ મથકના સ્ટાફે વીડિયો ગ્રાફિ ના ફૂટેજ ના આધારે આરોપી ની ઓળખ મેળવી જામજોધપુર તાલુકાના સેઠવડાલાગામનો વતની અને કાલાવડ રોડ પર રવિ પાર્કમાં રહે તો જયેશ આલા ચાંડપા, ધર્મેશ સુરેશ રત્નેશ્વર, રામ ભાણજી , રવિ સોમ વાઢેર અને ગૌતમ વાલજી બાબરીયા સહિત પાંચ શખ્સોની તાલુકા પોલીસ મથકના સ્ટાફે ધરપકડ કરી ધોરણ સાત ની કાર્યવાહી હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.