ઉજ્વલા યોજના હેઠળ સરકારે પ્રતિ સિલિન્ડર રૂપિયા 200ની સબસીડીની અવધી વધુ એક વર્ષ લંબાવી
વધી રહેલી મોંઘવારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ હવે વધીને 42 ટકા થઈ ગયુ છે. વધેલું મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2023થી કર્મચારીઓને મળશે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કેન્દ્ર મોંઘવારી ભથ્થામાં વધારા માટે 12,815 રૂપિયા ખર્ચ કરશે.
આનાથી લગભગ 47.58 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનરોને લાભ થશે. કેન્દ્ર સરકારે 7માં કેન્દ્રીય પગાર પંચ દ્વારા ભલામણ કરાયેલી ફોર્મ્યુલા અનુસાર, આ ડીએમાં વધારો કર્યો છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં ડીએ વધારવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.
જાન્યુઆરી 2023થી મોંઘવારી ભથ્થા સાથે એરિયર્સ પણ મળશે. તેનાથી સરકાર પર દર વર્ષે 12815 કરોડ રૂપિયાનો આર્થિક બોજ પડશે.અહીં જણાવી દઈએ કે, છેલ્લે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2022માં ડીએમાં વધારો કર્યો હતો. જે 1 જુલાઈ 2022 થી અત્યાર સુધી મળી રહ્યું છે. તે સમયે પણ તેમાં 4 ટકાનો વધારો કરીને 38 ટકા કરવામાં આવ્યુ હતુ. વધતી મોંઘવારીની ભરપાઈ કરવા સરકાર તેના કર્મચારીઓને ડીએ આપે છે અને પેન્શનરોને મોંઘવારી રાહત આપે છે.
ઉજ્વલા યોજના હેઠળ સરકાર હાલ પ્રતિ સિલિન્ડર ડેટ રૂપિયા સબસીડી પેટે આપે છે ત્યારે આ અવધીને કેન્દ્ર સરકાર અને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને આવતી વધુ એક વર્ષ સુધી લંબાવાય છે જેનાથી 9.6 કરોડ લોકોને લાભ મળશે.