હરણ અને કાળીયારનો શિકાર કરતી ટોળકી પાસેથી બે બંદુક, જીવતા, ફટેલા કાર્ટીસ, જો ઘાતુના બનાવટી રર ગોળીઓ અને કાક કબ્જે
પોલીસની કામગીરી ગામ લોકોએ કરી: ચારેય સામે ગુનો નોંધવામાં પોલીસ કલાકોનો સમય વિતાવ્યો
ઉપલેટા તાલુકાના પ્રાંસલા ગામ નજીક જંગલમાં શિકાર કરતી ટોળકીના ચાર સભ્યોને બાર બોરની અને દેશી બનાવટની બંદુકો સાથે પોલીસે ઝડપી લઇ કાળીયાર અને બે ઢેલના શિકાર કર્યાનો ખુલ્યું છે. વન વિભાગે મૃત કાળીયારનો કબ્જો સંભાળો કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાયાવદર પોલીસ મથકની હદમાં આવેલા પ્રાંસલા ગામ નજીક જંગલમાં ટોળકી દ્વારા હરણ અને નિલગાયનો શિકાર થતો હોવાની ગામ લોકોએ પોલીસને જાણ કરતાં ભાયાવદર પોલીસ મથકનો સ્ટાફ પહોંચી જઇ પોલીસે રંગે હાથે જામનગરના સોહીલ ઓસમણ રાઉમા, ઉપલેટાના કાલરીયાના મહમદ હનીફ ઉર્ફે ડાડાબાપુ અનવર હુસેન કાદરી, લાલપુરના ચાંદીગઢના ફતેમમદ વલીમામદ સંધી અને જુનાગઢનો સાબરીન ઉર્ફે એરસાન હસનઅલી કાદરી સહીત ચાર શખ્સોને ઝડપી લઇ ડબલ બેરલ બાર બોરની એક બંદુક અને દેશી બનાવટની બંદુક એક, છ જીવતા કાર્ટીસ, ત્રણ કુટેલા કાટીસ, રર ઘાતુના બનાવટી ગોળી અને કાર મળી રૂ. ૧.૯૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
સૂત્રોમાંથી જાણવા મળતી મુજબ જંગલમાં અવાર નવાર શિકાર થતો હોવાના અને ગેરકાયદે વૃક્ષો કપાતો હોવાની ફરીયાદ બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં આ જંગલમાં ૧પ૦૦ થી વધુ હરણો નીલ ગાય સહીતના વન્ય પ્રાણીઓનો વસવાટ કરે છે. તો પેટ્રોલીંગ કરવાના બદલે ગ્રામજનોની સર્તકતાને લીધે શિકારી ગેંગ ઝડપાઇ ગઇ છે. તેમ બે શખ્સ નાશી ગયા છે. પરંતુ પોલીસ દ્વારા થાબડ ભાણા કરી રહ્યા છે. ગુનો નોંઘયાના ૧ર કલાક બાદ ભાયાવદર પોલીસ મથકના સ્ટાફ પાસે પુરતી માહીતી આપવાની આનાકાની કરવાની પાછળ શું ઇરાદો છે તે આવનારો સમયે જવાબ આપશે.