બે ઘરફોડી, એક મંદિર અને આઠ ચીલઝડપના ગુનાની કબુલાત: રૂ.૧.૭૫ લાખનો મુદ્દામાલ કબજે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસઓજીના સ્ટાફે ખંભાળિયામાંથી તસ્કર ટોળકીના ચાર સભ્યોને ઝડપી લઈ ૧૧ ગુનાનો ભેદ ઉકેલી રૂ.૧.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફે હાથ ધરી છે.
દ્વારકા જિલ્લાના પોલીસવડા રોહન આનંદે આર્થિક ગુનાના ભેદ ઉકેલવા આપેલી સુચનાને પગલે એસઓજીના પીઆઈ ડી.બી.ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ખંભાળિયા દરબારગઢ શાકમાર્કેટ પાસે શંકાસ્પદ હાલતમાં જણાતા અક્રમ ઉર્ફે અકી અલીમામદ નુરમામદ બ્લોચ, કૈલાશનાથ ખીમનાથ બાવાજી, નરોતમ રામજી નકુમ અને ઉમર જીવા પઠાણની અટકાયત કરી પુછપરછ કરતા તેણે ઘરફોડી, મંદીર ચોરી અને ૮ ચીલઝડપ કર્યાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી રૂ.૧.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ ખંભાળીયા પોલીસ મથકના સ્ટાફે હાથ ધરી છે.