તલવાર અને પાઇપથી સામસામે હુમલો કર્યાની સાત શખ્સો સામે નોધાતો ગુનો
સાવર કુંડલા તાલુકાના થોરડી ગામે બાઇક અથડાતા થયેલી બોલાચાલીના કારણે બે જુથ્થ વચ્ચે તલવાર અને પાઇપથી સામસામે હુમલો થતા ચાર યુવાનો ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે હત્યાની કોશિષનો સાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાવર કુંડલાના આડસંધ ગામે રહેતા મેહુલભાઇ પૂંજાભાઇ ચાંદુ તેના મિત્ર સાથે બાઇક પર રાજુલાથી આવી રહ્યા હતા ત્યારે થોરડી ગામ પાસે જીણા ગોવિંદ મુંધવા સાથે બાઇક અથડાતા બંને વચ્ચે બોલાચાલી થતા ભોળા ભરવાડ, જીણા ભરવાડ, લાલો અને જયસુખ ભરવાડ નામના શખ્સોએ પાઇપ અને તલવારથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
જ્યારે જીણાભાઇ ગોવિંદભાઇ મુંધવા અને તેના બે પિતરાઇ પર જશુ કથ સોડીયા, મેહુલ પૂંજા ચાંદુ અને એક અજાણ્યા શખ્સે તલવારથી હુમલો કર્યાની જીણાભાઇ ગોવિંદભાઇ મુંધવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.