પાટડીના સેડલા ગામે લૌકીક ક્રિયાથી પરત ફરી રહેલા ખેડાના ડકસર ગામના કુટુંબીજનો અકસ્માતનો ભોગ બન્યા: ૧૭ ઘાયલ
વિરમગામ માલવણ હાઈવે પર વિરમગામ થી આશરે ૧૫ કિલોમીટર દૂર દોલતપુરા અને વડગાશ ગામના પાટીયા વચ્ચે અમદાવાદ તરફ જઇ રહેલ છોટા હાથી ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા રોડસાઇડ ની ચોકડી માં પલટી ખાતા ૪ ના સ્થળ પર જ મોત નિપજયા હતા જ્યારે ૧૭ ને નાની મોટી ઇજાઓ થતા વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સોલાસીવીલ રીફર કર્યા હતા
જાણવા મળેલી વિગતો અનુસાર પાટડી તાલુકાના સેડલા ગામે સ્વ. વાલજીભાઈ મેરૂભાઈ સોલંકી મરણ પામેલ હોય તેમની લૌકિક ક્રિયા ૨૭ મે સોમવારે સેડલા ગામે હતી જેમાં ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ડડુસર ગામ ના સગા સંબંધી છોટા હાથી લઈને આવેલ હતા સોમવારે રાત્રે ભજનનો કાર્યક્રમ મા રોકાયેલ હતા અને ૨૮મે ને મંગળવારે સવારે ૧૦:૦૦ કલાક આસપાસ છોટા હાથી ચાલક મફાભાઈ રહેવાસી ડડુસણ સગા-સંબંધીઓને લઈને સેડલા થી પરત ફરતા માલવણ વિરમગામ હાઈવે વડગામ ગામ ના પાટીયા આગળ છોટાહાથી ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા રોડસાઇડ ના ખાડાઓમાં ઉથલી પડતા ઘાયલો ની ચિચિયારીઓથી વાતાવરણ આક્રંદ ભર્યું બન્યું હતું.
જેમાં લલીતભાઈ વિનોદભાઈ સોલંકી ઉમર ૨૨ રહેવાસી સેડલા તા. પાટડી,કવિતાબેન સંજયભાઈ પરમાર ઉંમર ૮ વર્ષ,રેવાબેન છગનભાઈ પરમાર ઉંમર વર્ષ ૬૨,ધુળીબેન મેલાભાઈ નટ ઉમર ૬૫ વર્ષ તમામ રહેવાસી. ડડુસર તાલુકો. મહુધા,જિલ્લો. ખેડા ના સ્થળ પર કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ૧૭ ને નાની મોટી ઇજાઓ થતા વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતાજેઓને વધુ સારવાર ની જરૂર હોય વિરમગામની ખાનગી ભાગ્યોદય હોસ્પિટલ સહિત અમદાવાદ સોલા સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
વિરમગામ રૂરલ પી.એસ.આઇ કે.એન. ભુકણ સહિત સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતકોને પીએમ માટે વિરમગામ ની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જે બાબતની જાણ વિરમગામ પ્રાંત,નગરપાલિકા સીઓ, નગરપાલિકા પ્રમુખ સહિત સામાજિક કાર્યકરો ને થતા વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવેલા હતા અને ઘાયલોને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવા સહાયરૂપ બન્યા હતા.