રવિવાર રાજકોટ જિલ્લામાં જાણે રક્તંજિત બન્યો હોય તેમ માર્ગ અકસ્માતની ચાર ઘટનાઓ બનવા પામી છે. જેમાં બે મહિલા સહિત ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં હલેન્ડા પાસે દંપતીના બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત સર્જાયો હતો જેમાં પતિની નજર સામે જ પત્નીનું કરુણ મોત નીપજ્યું હતું. બીજા બનાવવામાં તરઘડિયા ગામ પાસે માર્ગ પર વચ્ચોવચ બંધ પડેલા દમ પર પાછળ અમદાવાદથી આવી રહેલા પરિવારની કાર ઘૂસી જતા કારમાં બેઠેલા મહિલાનું મોત નિપજ્યું છે. ત્રીજા બનાવમાં ગોંડલ ચોકડી પાસે ગઈકાલે ધુમ્મસ હોવાથી એક વૃદ્ધ પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે તેમને કાર દ્વારા ઠોકર મારતા તે કાળનો કોળિયો બન્યા હતા.અને ચોથા બનાવમાં મોરબી પાસે રીક્ષા ને અજાણ્યા વાહનને હડફેટે લેતા મુસાફરનું મોત નિપજ્યું છે. આચાર્ય અકસ્માતના બનાવો અને લઈ પોલીસ દ્વારા નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે.

પ્રથમ બનાવાની મળતી માહિતી અનુસાર જસદણ તાલુકાના જંગવડ ગામે રહેતા મનુભાઈ સિદ્ધપુરા તથા ચંદ્રિકાબેન સિદ્ધપરાની પુત્રી રાજકોટ ખાતે ધોરણ ૧૧ માં અભ્યાસ કરે છે અને રાજકોટ ખાતે હોસ્ટેલમાં રહે છે. જેમાં રાજકોટ ખાતે વાલી મિટિંગ હોઇ ચંદ્રિકાબેન તથા મનુભાઈ બન્ને પતિ-પત્ની રાજકોટ ખાતે હોસ્ટેલમાં દીકરીને નાસ્તો આપવા તેમજ રાજકોટ ખાતે વાલી મીટીંગ માટે જસદણ તાલુકાના ગામેથી બાઈક લઈને રાજકોટ ગયા હતા.

હલેન્ડા પાસે દંપતિની બાઈક આડે ગાય ઉતરતા પતિની નઝર સામે જ પત્નીનું મોત

તરઘડિયા ગામ પાસે માર્ગ પર બંધ પડેલા ડમ્પર પાછળ કાર ઘુસી જતા રાજકોટ શ્રાધ્ધ માટે આવી રહેલા મહિલાનું મોત

ગોંડલ ચોકડી પાસે રાહદારીને કારે હડફેટે લેતા કાળનો કોળીયો બન્યા : મોરબી પાસે રિક્ષાને અજાણ્યા વાહને ઠોકર મારતા મુસાફરનું મોત

આ દરમિયાન મનુભાઈ તથા તેમના પત્ની ચંદ્રિકાબેન રાજકોટથી મોટર સાયકલ લઈને પરત જંગવડ ગામે તેમના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન હલેન્ડા ગામ નજીક તેમના બાઈક આડે ગા ઉતરતા બાઈક ફંગોળાયું હતું અને પતિ-પત્ની પડી ગયા હતા. દરમિયાન ચંદ્રિકાબેનને ગંભીર ઈજાઓ થતાં જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેમના પતિ મનુભાઈ સિદ્ધપરાને ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.આ બનાવને પગલે જંગવડ ગામના પટેલ સમાજમાં શોકનું મોજુ ફેલાયું છે.

બીજા બનાવની મળતી માહિતી અનુસાર મૂળ રાજકોટમાં નિર્મળા રોડ પર અને હાલ અમદાવાદના થલતેજ ખાતે રહેતા હાર્દિકભાઈ અજયભાઈ જોશી નામના યુવાન પોતાની કાર લઇ અમદાવાદ રહેતા તેમના માસી ભારતીબેન યોગેશભાઈ પંડ્યા (ઉ.વ .૬૮), જીજ્ઞાબેન સુધીરભાઈ રાજ્યગુરુ અને દિવ્ય ઉર્ફે બોની યોગેશભાઈ પંડ્યા સાથે રાજકોટ શ્રાધ્ધ ના કામે આવી રહ્યા હતા તે સમયે તરઘડીયા ગામ પાસે માર્ગના વચો વચ બંધ પડેલા ડમ્પર જેના રજી.નંબર આર.જે.૧૯.જી.બી.૨૮૫૫ ની પાછળ કારકુશી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં આ અકસ્માતમાં ભારતીબેનને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ કરુણ મોતની નીપજતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

ત્રીજા બનાવની વિગત મુજબ ગોંડલ હાઈ-વે પર ગઈકાલે વહેલી સવારે કારે હડફેટે લેતાં પગપાળા જતા ભુપતગીરી ઈશ્વરગીરી ગોસાઈ (ઉ.વ.૬૬, રહે. શિવમ પાર્ક-૨, કોઠારીયા મેઈન રોડ)નું મૃત્યુ નિપજયું હતું. આજી ડેમ પોલીસે સ્થળ પરથી જ કાર ચાલક સુકેતુ સોલંકી (ઉ.વ.૩૪, રહે. અક્ષરાતિર્થ એપાર્ટમેન્ટ, ગોંડલ ચોકડી)ને ઝડપી લીધો હતો.આજી ડેમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આરોપી કાર ચાલક સુકેતુ શાપરમાં નોકરી કરે છે. તે એમ કહી રહ્યો છે કે સવારે ધુમ્મસને કારણે તેને મૃતક નહીં દેખાતા અકસ્માત સર્જાયો હતો.

અને ચોથા બનાવની માહિતી અનુસાર મોરબીમાં ટાઇલ્સ ખાતે રહેતા રાધે શ્યામ સીતારામ સૂર્યવંશી નામના 27 વર્ષીય યુવાન ગઈકાલે મોરબી થી રફાળીયા ખાતે સીએનજી ઓટો રીક્ષામાં બેસીને વાંકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ રીક્ષા ને કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા ઠોકર મારતા તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે વાંકાનેર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.