સારવાર અર્થે આવેલા દર્દીના ભાઈએ મોકો જોઈ મોબાઈલ સેરવી લીધા
સિવિલ હોસ્પિટલમાં દર્દી અને દર્દીનાં સગાના મોબાઈલ તફડાવતા શખ્સોને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં હોસ્પિટલના તબીબ સહિત દર્દીના સગાના મોબાઈલ સેરવી લેતી ત્રિપુટી ઝડપાઈ જતા ત્રણેયને પોલીસ હવાલે કરવામાં આવ્યા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એરપોર્ટ રોડ પર રહેતા અને સીવીલ હોસ્પિટલમાં એકસરે વિભાગમાં તબીબ તરીકે ફરજ બજાવતા પરેશભાઈ વાસુદેવભાઈ ઠકકર, ગાયનેક વિભાગમાં પત્નીની તપાસ અર્થે આવેલા વિપુલભાઈ પૂંજાભાઈ બોરીચા, ત્રિભુવનભાઈ હરિભાઈ જાદવ અને જસદણથી પિતા સાથે હોસ્પિટલમાં આવેલા બીપીનભાઈ મગનભાઈ માલસણાના મોબાઈલ તફડાવતી અને ગોંડલથી સારવાર અર્થે ભાઈ સાથે આવેલા સુનિલ મનસુખ સોલંકી અને તેના ભાઈ મંગલ સોલંકીને સિકયુરીટી ગાર્ડના સ્ટાફે ઝડપીલીધા હતા. સિકયુરીટી ગાર્ડે નાનામવા સર્કલ નજીક રહેતા લાખા રમેશ નામના શખ્સને પણ ઝડપી લીધો હતો. મોબાઈલ તફડાવનાર ત્રિપુટીને પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા. પ્ર.નગર પોલીસે ત્રણેયની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે.