પોલીસે સ્ટ્રીટલાઈટના અજવાળે ચકલા પોપટનો જુગાર રમાડતા બે ઇસમોને ઝડપ્યા
મોરબીમાં જુગારના શોખીનો અવનવા જુગાર રમી હારજીત કરી રહ્યા છે ત્યારે મોરબી પોલીસે લાયન્સનગરમાંથી ચકલા પોપટનો જુગાર રમાડતા બે ઇસમોને ઝડપી લીધા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાયન્સનગરમાં રમેશભાઇ મણીલાલ કાંજીયા, ઉ. ૪૭ રહે.લાયન્સનગર શેરી નં.૪ શનાળા રોડ મોરબી તથા સાગરભાઇ રમેશભાઇ કાંજીયા, ઉ.૧૯ રહે.લાયન્સનગર શેરી નં.૪ શનાળા રોડ મોરબીવાળા બંને ઇસમો જાહેરમા ચકલા પોપટના સાહિત્ય સાથે પૈસાની હારજીતનો જુગાર રમી રમડવાના સાહીત્ય સાથે કુલ રોકડા રૂ-૧૯૫૦ ના મુદામાલ સાથે મળી આવતા એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.