ઓખા-બાંદ્રા, રાજકોટ-કોઈમ્બતુર, ઓખા-ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર વચ્ચે કુલ ૫૫ ફેરા થશે
દેશના વિવિધ ભાગોમાં આવશ્યક વસ્તુઓ જેવી કે દવાઓ, ચિકિત્સા સામગ્રી, ખાદ્ય પદાર્થ વગેરે વસ્તુઓની સપ્લાય માટે આજથી ત્રણ જૂન દરમિયાન રાજકોટ મંડળથી ચાર પાર્સલ સ્પેશ્યલ ટ્રેનના ૫૫ ફેરા કરાવવામાં આવશે. જેમાં ઓખા બાંદ્રા વચ્ચે તા.૧૭,૧૯,૨૧,૨૩,૨૫,૨૭ અને ૩૧ મે ના રોજ રાત્રે ૨૧:૩૦ કલાકે પાર્સલ સ્પેશ્યલ ટ્રેન બાંદ્રાથી ઉપડી બીજા દિવસે ઓખા બપોરે ૨ વાગ્યે પહોંચશે. આ ટ્રેન પરત ઓખાથી તા.૧૯, ૨૧, ૨૩, ૨૫, ૨૭, ૨૯ અને ૩૧ના રોજ બપોરે ૧:૩૦ કલાકે ઉપડી બીજા દિવસે બાંદ્રા સવારે ૫:૫૫ કલાકે પહોંચશે.
રાજકોટ-કોઈમ્બતુર પાર્સલ સ્પેશ્યલ ટ્રેન રાજકોટથી તા.૧૯,૨૩,૨૭ અને ૩૧ મેના રોજ સાંજે ૫:૩૦ કલાકે ઉપડી કોઈમ્બતુર ત્રીજા દિવસે ૨:૩૦ કલાકે પહોંચશે. આ ટ્રેન પરત કોઈમ્બતુરથી ૨૨,૨૬,૩૦ મે અને ત્રણ જૂનના રોજ સવારે ૪ કલાકે ઉપડી ત્રીજા દિવસે રાત્રે ૧૨ કલાકે રાજકોટ પહોંચશે. ઓખા-ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ઓખાથી તા.૧૫, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૭ અને ૩૧ મે ના રોજ સવારે ૭:૧૫ કલાકે ઉપડી ત્રીજા દિવસે સાંજે ૫ કલાકે ગુવાહાટી પહોંચશે.
આ ટ્રેન પરત તા.૧૮, ૨૦, ૨૨, ૨૪, ૨૬, ૨૮, ૩૦ મે અને ૧લી જૂનના રોજ ગુવાહાટીથી સાંજે ૪ કલાકે ઉપડી ત્રીજા દિવસે ઓખા મધ્યરાત્રીએ ૧:૧૦ કલાકે પહોંચશે.
પોરબંદર-શાલીમાર ટ્રેન પોરબંદરથી તા.૧૬, ૧૮, ૨૦, ૨૨, ૨૪, ૨૬, ૨૮ અને ૩૦ મેના રોજ સવારે ૮ કલાકે ઉપડી ત્રીજા દિવસે સાલીમાર સવારે ૩:૩૦ કલાકે પહોંચશે. આ ટ્રેન પરત શાલીમારથી તા.૧૮, ૨૦, ૨૨, ૨૪, ૨૬, ૨૮, ૩૦ મે અને ૧લી જૂનના રોજ રાત્રે ૧૦:૫૦ કલાકે ઉપડી ત્રીજા દિવસે સાંજે ૬:૨૫ કલાકે પોરબંદર પહોંચશે.