આ લિકવીડ ઓકિસજન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોકલાયું:
ટેન્કમાં 85.23 ટન ઓકિસજન રવાના

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે દર્દીઓને ઓકિસજની જરૂરત રહેતી હોય છે. ઓકિસજનની અછત ન સર્જાય તે માટે રાજકોટ રેલવે ડિવીઝન દ્વારા આજરોજ ત્રીજી મેના સવારથી 6.37 વાગ્યે હાપા ગુડસ શેડથી હરિયાણા સ્થિત ગુડગાવ ખાતે ચાર ઓકિસજન ટેકર્સને માલગાડીમાં રવાના કરવામાં આવ્યું છે. આ ચાર ઓકિસજન ટેકર્સમાં કુલ 85.23 ટન લીકવીડ મેડીકલ ઓકિસજન રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર તરફથી મોકલવામાં આવ્યું છે રાજકોટ મંડળ દ્વારા આ બીજી ઓકસીજન એકસપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.