50 ટકા જેટલા લઘુ અને મધ્યમ ઉદ્યોગો સોનાની વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યા નથી
કોરોનાની કપરી પરિસ્થિતિ એ સમગ્ર વિશ્વને ધમરોળી નાખ્યું છે ત્યારે આ અસરના પગલે દરેક ઉદ્યોગો પર માઠી બેઠી હોય તેવું જોવા મળ્યું છે. આ તકે પ્રાપ્ત માહિતી અનુસાર 10 નાના લઘુ અને મધ્યમ ઉદ્યોગો પૈકી 4 ઉદ્યોગો પોતાના વ્યાપારને બદલી રહ્યા છે. સૌથી મોટું કારણ કોરોના ની કપરી પરિસ્થિતિ હોવાનું સામે આવ્યું છે. આ સમય ગાળા દરમ્યાન ઉદ્યોગોને કયા પ્રકારની અસરો પહોંચી છે તેના માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાંથી એ તારણ સામે આવ્યું કે ૭૦ ટકા લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને આર્થિક અસમંજસ નો સામનો કોરોના ની સેકન્ડવેવ બાદ જોવા મળ્યો છે.
જે કંપની દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો તેમાંથી એ વાત સામે આવી કે ભારતના એમ.એસ.એમ.ઈ ક્ષેત્રને ઘણી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે પરિણામે આવનારા સમયમાં આ સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સતત પ્રયત્ન હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત આંકડાકીય માહિતી મુજબ હજુ પણ ૫૦ ટકા જેટલા લઘુ અને મધ્યમ ઉદ્યોગો સંપૂર્ણ રીતે રીકવર થઇ શક્યા નથી જ્યારે ૪૩ ટકા ઉદ્યોગોએ પોતાનો વ્યાપાર પેંડામિકને ધ્યાને લઇ બદલી નાખ્યો છે. અત્યારે ૪૨ ટકા જેટલા ઉદ્યોગો નું માનવું છે કે તેમના બાકી રહેતા નાણાં હજુ પણ નાણાં પાછા આવ્યા નથી.
સામે ભારતના ૧૧ ટકાથી પણ વધુ ઉદ્યોગો એવા છે કે જેઓ ને કોરો નાની હકારાત્મક અસર જોવા મળી છે. ઉદ્યોગોએ આફતમાંથી અવસરની તક જોઈ લીધી હોય તેમના માટે આ સમયગાળો ખૂબ મહત્વપૂર્ણ અને અસર કરતો સાબિત થઇ રહ્યો છે ત્યારે આ ગામ ની સમયમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહેશે અને લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઝડપભેર વિકસિત થશે તે વાતમાં સહેજ પણ મીનમેક નથી.