લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ નાયડુને વધુ એક રાજકીય ફટકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેસરીયા કરિશ્માના પ્રભાવમાં હવે આંધ્રપ્રદેશ પણ બાકી નથી રહ્યું. ચંદ્રાબાબુ નાયડુ માટે એક મોટા ઝટકામાં તેલગુદેશમ પાર્ટીના રાજ્યસભાના છ માંથી ચાર સાંસદો ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં કેસરિયા કરનારા રાજ્યસભાના ચાર સાંસદોએ ટીડીપી રાજ્યસભા પક્ષનું ભાજપ સાથે એકીકરણ કરવાનું સુચન (ઠરાવ) પણ કર્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ વેકૈયા નાયડુને તત્કાલ અસરી એકીકરણનું પત્ર આપ્યું હતું. ચંદ્રાબાબુ નાયડુએ ભાજપના ટીડીપીને નબળા પાડવાના પ્રયાસોને વખોડયો હતો.
ટીડીપી માટે મરણતોલ ફટકા જેવી આ ઘટનામાં ૨/૩ સભ્યોએ સામૂહિક રીતે પક્ષ પલ્ટો કર્યો હોવાી મોટી સંખ્યાના કારણે આ મામલામાં પક્ષ વિરોધી કાયદો પણ નહીં નડે.
ચંદ્રાબાબુની છાવણીને અલવિંદા કહેનારા આ સાંસદોમાં ટી. જી. વેંકટેશ, સી. એમ. રમેશ, જી.મોહનરાવ, વાય. એચ.ચૌધરી, ટીડીપીને બાય બાય કરીને ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના કાર્યકારી પ્રમુખ જે પી નડ્ડાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ ચારેય રાષ્ટ્રવાદી સાંસદોને એકીકરણની દરખાસ્ત સ્વીકારી લીધી છે. ટીડીપીના રાજ્યસભાના છ માંથી ચાર સાંસદોએ પક્ષ છોડી દીધા હોય આ માટે તેમણે પક્ષાંતર વિરોધી કાયદો લાગુ પડવાનું ની તેનાી તેઓ ચારેય રાજ્યસભાના સાંસદપદે ચાલુ રહેશે. અગાઉ ટીડીપીના સાંસદ વાય.એસ. ચૌધરીએ ટવીટ કરીને પોતાના કેસરીયા કરવાનો સંકેત આપી દીધો હતો. એક તરફ ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ પરિવાર સાથે વિદેશમાં વેકેશન માણી રહ્યાં છે ત્યારે દેશમાં તેમનું પક્ષ તુટી રહ્યું છે. ત્યારે સાંસદોના ભગવાકરણી પક્ષને મોટો ફટકો અનુભવાયો છે.
ટીડીપીના રાજ્યસભાના છ માંથી ચાર સાંસદોએ પક્ષ છોડીને ભાજપના ટેકેદાર બની ગયા છે. જેથી રાજ્યસભામાં હવે ભાજપનું સંખ્યાબળ વધી ગયું છે. કાયદા અનુસાર કોઈ પક્ષના છુટા પડતા જુને ૨/૩ સભ્યના ટેકો હોવો જોઈએ તો પક્ષાંતર ધારો લાગુ ન પડે. ચંદ્રાબાબુ નાયડુએ પોતાના ચાર સાંસદોના ભાજપમાં જોડવવાના આ બનાવોને પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે અમે આંધ્રને વિશેષ દરજ્જો મળે એ માટે લડી રહ્યાં છીએ. અમે આંધ્રપ્રદેશનું એ હિત જાળવવા માટે કેન્દ્રિય પ્રધાનપદ છોડી દીધા છે. ચંદ્રાબાબુ નાયડુએ ટીડીપીને નબળા પાડવાના ભાજપના પ્રયાસોને વખોડી કાઢયો હતો. આંધ્રપ્રદેશની રાજકીય સ્થિતિ સુધારવા ભાજપના પ્રયાસોને મોદી ચક્રવાત મળી રહી છે