જસદણના શીવરાજપુર ગામની સીમમાંથી બે અલગ અલગ જગ્યાઓ પરથી ચાર નિલગાયનાં મૃતદેહ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ છવાયો છે. આ ઘટનાની જાણ થતા જીવદયા પ્રેમી જીતુભાઈ મોડા, ચાંપરાજભાઈ મોડા અને વન વિભાગની ટીમ દોડી ગઈ હતી.
જસદણ પંથકમાં નીલગાયો ખેતીના પાકને નુકસાન કરી રહ્યા છે એવી ભીતિને ધ્યાનમાં લઈ કેટલાક અસામાજિક તત્વોએ નિલગાયોને પીવાના પાણીમાં ઝેર ભેળવી દીધું હોય ત્યારે સવારે એક જગ્યાએ ત્રણ અને એક જગ્યાએ એક મૃતદેહ પડયો એમાંય કાળજુ કંપાવનારી ઘટના એ હતી કે એક નિલગાય ગર્ભવતી હતી. આ અંગે વન વિભાગની ટીમ દોડી જઈ જરી કાર્યવાહી હાથધરી હતી.