હાઈકોર્ટમાં પરની સ્ટ્રેન્થ છતા ૩૧ની નિયુકિત
યુનિયન લો મિનિસ્ટ્રી દ્વારા મંગળવારના રોજ ગુજરાત હાઈકોર્ટ માટે ચાર નવા જજોની નિમણુંક કરવામાં આવતા જજોની કુલ સંખ્યા ૩૧ એ પહોચી છે. મિનિસ્ટ્રીની નોટીસમાં જાહેરાત કરવામાં આવી હતી. કે ઉમેશ ત્રિવેદી અજય કુમાર રાવ, વિરેશ કુમાર માયાણી અને આશુતોષ ઠાકોરને વરિષ્ઠતાના આધારે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ જજો જયુડીશીયલ ઓફીસરો છે. તો ત્રિદેદી વકીલ છે. હાઈકોર્ટમાં પર સીટો છતા ૨૭ જજો જ છે. ત્યારે નવી નિમણુંકથી જજોનો આંકડો ૩૧ એ પહોચ્યો છે. જો ત્રણ મહિનામાં અન્ય ૩ જજો નિવૃત થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમે એપ્રીલમાં હાઈકોર્ટના જજોની જગ્યા પૂરવા પાંચ ઉમેદવારોના નામ રિકમેન્ડ કર્યા હતા. જેમાંથી જયુડિશીયલ ઓફીસર વિશ્ર્નુકુમાર પટેલનું નામ ન હતુ.