યોગીનભાઈ છનીયારા, વિપુલભાઈ ચોવટીયા, વિજયસિંહ જાડેજા અને નરસિંહભાઈ પાટોરીયાના નામની પેનલ
વોર્ડ નં.૧૩માં કોંગ્રેસના કોર્પોરેટર નિતીન રામાણીના રાજીનામાથી ખાલી પડેલ બેઠક માટે આગામી તા.૨૭મી જાન્યુઆરીએ યોજાનારી પેટાચુંટણી માટે શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારી માટેના ચાર નામો પસંદ કરવામાં આવ્યા છે. તેમ શહેર કોંગ્રેસના પ્રમુખ મહેશ રાજપુતે પત્રકાર સંબોધતા માહિતી આપી હતી. મહેશ રાજપુતે પત્રકાર પરીષદ સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને ચાર નામો મોકલી આપવામાં આવ્યા છે એમાં યોગીનભાઈ છનીયારા, વિપુલભાઈ ચોવટીયા, વિજયસિંહ જાડેજા અને નરસિંહભાઈ પાટોરીયાના નામની પસંદગી કરવામાં આવી છે. આગામી તા.૭ના રોજ કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ ભરશે.