આખુ શહેર પાણી-પાણી, લોકોને ભારે હાલાકી: નદીઓમાં ઘોડાપુર
જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં અનરાધાર વધુ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ઘુસી ગયા હતા. નદીઓ ગાંડીતુર બની ગઇ છે. ધ્રાફડ ડેમ ઓવરફ્લો થઇ જવાના કારણે આજે સવારે ચાર દરવાજા પાંચ ફૂટ સુધી ખોલી નાંખવામાં આવ્યા હતા.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં પડ્યો છે. વિસાવદરમાં સુપડાધારે 16 ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતી સર્જાય જવા પામી હતી. સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. ખેતરોમાં વરસાદના પાણી ભરાય ગયા હતા. નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા.
ગામમાં કેડ સમાણા પાણી ભરાયા હતા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. હવે મેઘરાજાને ખમૈયા કરવા લોકો રિતસર વિનવી રહ્યા છે.